________________
પ્રશિષ્ય હતા, ત્યાં પહોંચી ગયા. સાગર આચાર્ય આ જાણતા નહોતા. જોરદાર વાચના આપી. પછી પૂછ્યું : ‘વાચના કેવી લાગી ?' ‘સરસ' પછી અંજલિમાંથી ઝરતા પાણીની જેમ આપણામાં પેઢી - દરપેઢીએ જ્ઞાન ઘટતું જાય છે, તે સમજાવ્યું. તીર્થંકરો પણ અભિલાપ્ય પદાર્થોમાંથી અનંતમો ભાગ જ કહી શકે. તેનો અનંતમો ભાગ શિષ્ય-પ્રશિષ્યાદિ ક્રમશઃ ગ્રહણ કરતા રહે. આવા અલ્પજ્ઞાનનો અભિમાન શો ?
પછી શિષ્ય પરિવાર આવતાં સાગરાચાર્યને ખબર પડતાં પગે પડી ખમાવ્યા. ત્યાં સુધી તો ‘આ વૃદ્ધ મુનિ છે.' એવું જ માની બેઠેલા.
દેવવંદન ચૈત્યવંદનાદિ વિના દીક્ષા-વિધિ થતી નથી. એનો અર્થ જ એ કે ભક્તિમાર્ગ એ જ વિરતિનું પ્રવેશદ્વાર છે.
-
દીક્ષા જીવનમાં ૪વા૨ સજ્ઝાય જ્ઞાનયોગ માટે, સાત વાર ચૈત્યવંદન ભક્તિયોગ માટે છે, તે જ્ઞાનથી ભક્તિ મહાન છે, તેમ જણાવે છે.
પ્રશ્ન ઃ ‘સુંદર મજાની સામગ્રી ઋદ્ધિ-સમૃદ્ધિ હોવા છતાં પાપોદયના કારણે તે છોડવાનું મન થયું. પૂર્વભવમાં દાન ન આપ્યું તે જ કારણે આ ભવમાં ઘેર-ઘે૨ ભિક્ષા જવું પડે છે, એમ કેટલાક માને છે - તે અંગે આપ શું કહો છો ?
(સં. ૨૦૧૭, રાજકોટ, દિગંબર પંડિત, કાનજીસ્વામીના ભક્તોએ બોલાવેલો. પરાસ્ત કરવા માટે અમારી પાસે આવ્યો. પંડિતાઈ પ્રદર્શિત કરતાં કહ્યું : ‘આપ સે હમ ઉંચે હૈ ।'તે વખતે હું કાંઈ બોલ્યો નહિ, પણ નક્કી કર્યું કે ન્યાયનો અભ્યાસ કર્યા વિના હવે રહેવું નથી.)
‘ક્યાંય ઠેકાણું નહિ ! રખડવાનું જ લલાટે લખાયેલું ! આમાં ક્યાં ધર્મ થાય ? રહેવા, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થામાંથી ઉંચા અવાય તો ધર્મધ્યાન થાય ને ? કપડામકાન તો ઠીક, ઉચિત સમયે ભોજન પણ ન મળે. આવી સ્થિતિ પાપના ઉદય વિના ન જ આવી શકે ને ? માટે ગૃહસ્થપણામાં રહીને જ પરોપકારના કામ થતા રહે તે જ
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
૧૩૮ *