________________
વાળી ( ૭) ચાતુર્માસ પ્રવેશ, વિ.સં. ૨૦૧
અષાઢ વદ ૧૩
૦૯-૦૮-૧૯૯૯, સોમવાર
પંચવસ્તુકમાં લખેલી વિધિ (આગમની વિધિ જ લખી છે) આપણે જોઈ. આજે પણ આ પ્રમાણે જ વિધિ ચાલે છે, એ જાણીને કેટલો આનંદ થાય ? આપણી શુદ્ધ પરંપરા પર કેટલું માન જાગે ?
તમારામાં ભક્તિ આવી તો તે તમને બધી જ વખતે બચાવી લેશે. જ્ઞાનમાં અહંકાર કે કદાગ્રહ નહિ થવા દે. ‘હું કહું છું તે જ સાચું, આ વિદ્વત્તાનો ગર્વ વિદ્વાનને હોઈ શકે, ભક્તને નહિ. પૂર્વ પુરુષોને યાદ કરવાથી વિદ્વત્તાનો ગર્વ દૂર થઈ શકે.
મહાન જૈનાચાર્ય કાલિકસૂરિ... વિશાળ ગચ્છના સ્વામી. અવિનીત શિષ્યોથી ત્રાસી ગયેલા. ભૂલો થતાં ટોકતા રહેવાથી સામેથી જવાબ આવવા લાગ્યા. આથી સંપૂર્ણ શિષ્યમંડળનો ત્યાગ કરીને શય્યાતરને, જણાવીને જતા રહ્યા. ‘શિષ્યો બહુ જ આગ્રહ કરે તો જ જણાવવું, નહિ તો નહિ' એમ શય્યાત૨ને જણાવેલું. સાગર નામના આચાર્ય, જે તેમના જ
કહે કલાપૂર્ણસૂરિ-૧
** ૧૩૦