________________
તીર્થકર નામકર્મ ખપાવવા કર્યું.” પણ એ વાક્ય આપણને જરાય ન શોભે. એમનો નય (દષ્ટિકોણ) આપણે પકડી લઈએ તો કૃતજ્ઞ બની જઈએ.
“જેહ ધ્યાન અરિહંત કો, સો હી આતમધ્યાન.”
આ શ્વેતાંબર સંઘની પ્રણાલિકા છે. આત્મ ધ્યાન નહિ, પ્રભુનું ધ્યાન કરું છું, એમ જ બધા કહેશે.
હરિભદ્રસૂરિ કહે છે : હું ભગવાનને ઇચ્છાયોગથી નમસ્કાર કરું છું : “નમસ્કાર હો !' નમસ્કાર કરનાર હું કોણ ?
ઉત્તમમાં ઉત્તમ તક મળે, આરાધનાના અવસરો મળે તે કોના પ્રભાવે ? ભગવાનના જ પ્રભાવે.
બાકી શરીરનો શો ભરોસો ? હમણાં જ મુન્દ્રાથી સમાચાર આવ્યા છે કે એકનું B.P Down થઈ ગયું છે. ક્યાં છે આપણા હાથમાં બધું ?
નૈગમન ભગવાનનો નમસ્કાર માને. નોકરે ઘોડો ખરીદ્યો, પણ ગણાય કોનો ? શેઠનો જ.
પરમાત્માનું ધ્યાન કરતાં આત્મધ્યાન આવવાનું જ છે.
* ભોજનમાં ભૂખ ભાંગવાની શક્તિ જ ન હોય તો ભૂખ ભાંગે ? ફોતરા ખાવાથી ભૂખ ભાંગે ? ભગવાનમાં મોક્ષ આપવાની શક્તિ જ ન હોય તો મોક્ષ આપે ?
બોધિ અને સમાધિ' તમને ભક્તિથી મળ્યા. તમે ભક્તિ કરી એટલે મળ્યા કે ભગવાને આપ્યા ?
ભગવાનના સ્થાને બીજાની ભક્તિ કરો... બોધિ-સમાધિ નહિ મળે.
હરિભદ્રસૂરિજીએ બધા જ દર્શનોનો યોગદૃષ્ટિ સમુચ્ચયમાં સમાવેશ કરીને જાણે કહ્યું : જૈન દર્શન તો બધા જ દર્શનોને પીને બેઠું છે !
જ પ્રશ્ન : “જયવીયરાયમાં” માગનુસારી વગેરે માંગવામાં આવ્યા, પણ જેને તે મળી ગયું છે તે શું કામ જયવીયરાય' બોલે ? ૬-૭ ગુણઠાણે રહેલો સાધુ... તેને માર્ગાનુસારિતાથી શું કામ ?
ઉત્તર : એ ગુણોને નિર્મળ કરવા.
૧૩૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧