SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુની પ્રસન્નતા જોઈ તમને કાંઈ લાગતું નથી ? મહારાજ કેવા પ્રસન્ન રહે છે ! સાચે જ સાચું સુખ અહીં જ છે. માટે અહીં જ આવવા જેવું છે ! અધ્યાત્મસાર ભક્તિ (- સમ્યમ્ દર્શન) સમ્યક જ્ઞાન, સમ્યફ ચારિત્ર આપે ને અંતે મુક્તિ આપે છે. નવકાર અને લોગસ્સ આ બે જિનશાસનના પ્રસિદ્ધ ભક્તિસૂત્રો છે, એમ સમજો. નવકારમાં સામાન્ય જિનને નમન છે. લોગસ્સમાં નામગ્રહણ પૂર્વક વિશિષ્ટ જિનને નમન છે. નામકીર્તન દ્વારા લોગસ્સમાં ભગવાનની ભક્તિ ગણધરો દ્વારા થયેલી છે. નમુત્થણમાં દ્રવ્ય-ભાવ જિનની અને અરિહંત ચેઈઆણંમાં સ્થાપના જિનની સ્તુતિ છે. ભાવ જિન જેટલો ઉપકાર કરે, તેટલો જ ઉપકાર નામસ્થાપનાદિ જિન પણ કરે. ભાવજિન પણ બે પ્રકારે : આગમ, નોઆગમ. સમવસરણસ્થ જિનનો ધ્યાતા પણ આગમથી ભાવ નિક્ષેપે ભગવાન જ છે. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે...” ભક્તની ભક્તિ અને ભગવાનની શક્તિ, બંને મળે એટલે કામ થાય. ભક્તનો અનુરાગ વધે તેમ-તેમ ભગવાનનો અનુગ્રહ વધતો જ જાય. યોગ્ય શિષ્ય દરેક વખતે ગુરુને આગળ કરે. તેમ ભક્ત દરેક વખતે ભગવાનને આગળ કરે. આવશ્યક નિર્યુક્તિમાં પ્રશ્ન છે : નમસ્કાર કોનો ગણાય ? નમસ્કરણીય ભગવાનનો કે, નમસ્કાર કર્તા ભક્તનો ? નમસ્કરણીય ભગવાનનો ગણાય, પણ આપણે પોતાનો જ માની બેઠા છીએ. અમુક નયથી કરનારનો પણ ગણાય, પણ ભક્તની ભાષા તો આ જ હોય : ભગવાનનું જ બધું છે ! ભક્ત ભગવાનનું માને, પણ ભગવાન પોતાનું ન માને. આપણે ભગવાનનો નય પકડીને બેસી ગયા. ગુરુ કહી શકે : મેં નથી કર્યું. ભગવાન કહી શકે : “મેં કશું નથી કર્યું. જે કર્યું તે # # # # # # # ૧૩૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy