________________
વ્યવહાર છોડો તો તીર્થ જાય.
નિશ્ચય છોડો તો તત્ત્વ જાય. તીર્થ ક્લેવર છે, તત્ત્વ પ્રાણ છે.
પ્રાણહીન ક્લેવરની કિંમત નથી તેમ ક્લેવર વિના પ્રાણો પણ રહી શકતા નથી. વ્યવહાર જ નિશ્ચયને પ્રાપ્ત કરાવે છે. નિશ્ચયનું કારણ બને તે જ વ્યવહાર. વ્યવહારની સાપેક્ષતા જાળવી રાખે તે જ નિશ્ચય.
દીક્ષા-વિધિ વખતે કદાચ ચારિત્રના પરિણામ ઉત્પન્ન ન પણ થાય, પરંતુ તોય દીક્ષા-વિધિ નિષ્ફળ નથી. કારણ કે પછી પણ પરિણામ જાગી શકે છે. ન જાગે તો પણ દીક્ષાદાતા દોષિત નથી. તેમણે તો વિધિની જ આરાધના કરી છે. કદાચ એવું પણ બને. દીક્ષા પછી તે ઘેર જાય, તોય દીક્ષા-દાતા નિર્દોષ છે.
ભગવાન મહાવીરના હાથે દીક્ષિત નંદિષેણ જેવા પણ ઘેર ગયા છે. ભગવાન જાણતા હતા છતાંય દીક્ષા આપી. અલબત્ત, નંદિષણના અતિઆગ્રહથી જ. વેશ્યાના ઘે૨ ૧૨ વર્ષ રહ્યા તોય ત્યાં રોજ ૧૦ને પ્રતિબોધ આપતા. ૧૨ વર્ષમાં લગભગ ૪૨ હજા૨ સર્વવિરતિધરો શાસનને આપ્યા. આ પણ ફાયદો જ થયો ને શાસનને ?
દીક્ષા આપતી વખતે ગુરુનો આશય ‘એ સંસાર-સાગરથી પાર ઉતરે, મોહની જાળમાંથી છૂટે, એની મોક્ષયાત્રામાં હું સહાયક બનું.' એવો હોય.
‘દોષ લાગશે, મૃષાવાદ લાગશે' એવા ભયથી આચાર્ય દીક્ષા આપવાનું બંધ કરે તો શું થાય ? શાસન અટકી પડે. ભરતાદિને ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું તેમાં પર્વજન્મની આરાધના કારણ છે. ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થયું એ બરાબર, પણ ગૃહસ્થપણું એ કેવળજ્ઞાનનું કારણ નથી. કારણ તો પૂર્વભવની સાધુતાની સાધના જ છે, એમની પાટ પ૨ ૮ રાજાઓને આરીસાભુવનમાં કૈવલ્ય થયું, ત્યાં પણ તેની પૂર્વભવની સાધના જ કારણ હતી, એમ સમજવું.
તમને દીક્ષા-વિધિ એટલા માટે બતાવીએ છીએ... જોતાંજોતાં સાંભળતાં-સાંભળતાં તમને પણ દીક્ષાનો ભાવ જાગે.
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૧૩૪