________________
છે, રાજમાર્ગ નથી. એમ તો કોઈકને ઘરમાં જ કેવળજ્ઞાન થાય, કોઈને અન્યલિંગે પણ થઈ જાય તો તેનું અનુકરણ ન થાય. કોઈકને લોટરી લાગી ને તે કરોડપતિ બની ગયો, પણ તેવી આશાથી બીજો કોઈ બેસી રહે તો ?
પ્રશ્ન : ચંડરુદ્રાચાર્યના શિષ્યને વિધિ ક્યાં હતી ?
ઉત્તર : તમે ક્યાં સંપૂર્ણ વાત જાણો છો ? સંભવ છે : ચપટી જેટલા વાળ બાકી રાખ્યા હોય ને પછી વિધિ વખતે તેનો લોચ કર્યો હોય. વિધિ વિનાની દીક્ષા હોય તો કેવળજ્ઞાન થાય ? શ્રાવકો પણ લોચ કરાવે. લોચ કરાવ્યા પછી પણ તે ઘેર જઈ શકતો હતો, પણ તે ઘેર ન ગયો, દીક્ષા માટે જ આગ્રહ રાખીને રહ્યો. આ તેની ઉત્તમતા જાણીને જ આચાર્યે દીક્ષા આપી. યોગ્યતામાં તો ગુરુથી પણ ચડી ગયા. ગુરુથી પણ પહેલાં કેવળજ્ઞાન મેળવી લીધું.
જો તમે જિનમતને ઇચ્છતા હો તો વ્યવહાર નિશ્ચય બંનેમાં એકેયનો ત્યાગ નહિ કરતા.
વ્યવહારથી શુભ પરિણામ જાગે, જ્ઞાનાવરણીયાદિનો ક્ષયોપશમ થાય. ચૈત્યવંદનાદિ વિધિ ચારિત્રના પરિણામ પેદા કરનારી છે.
-
વિધિ દ્વારા જ ‘હું સાધુ થયો છું' એવા ભાવ જાગે. વ્યવહારના પાલનથી ભાવ જે નિશ્ચય રૂપ છે, ઉત્પન્ન
1
થાય છે.
ભગવાનની ભક્તિ કરતાં કરતાં જ વિરતિના પરિણામો વધે છે, તે અનુભવસિદ્ધ છે.
પ્રભુને જોઈ જોઈ જેમ-જેમ પ્રસન્નતા વધે તેમ તેમ તમે માનજો : હું સાધનાના સાચા માર્ગે છું. ભક્તિજન્ય પ્રસન્નતા કદી મલિન ન હોય.
અધ્યાત્મસાર
ભગવાન ભક્તિથી બંધાયેલા છે. જેમ કોઈ દેવ અમુક મંત્ર કે વિદ્યાથી બંધાયેલો હોય ! મંત્ર ગણો ને તેને હાજર થવું પડે ! ભક્તિ કરો ને ભગવાનને હાજર થવું જ પડે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
* ૧૩૧