________________
ઉદાહરણો છે, જેમ કે અંગારમક, વિનયરત્ન વગેરે.
માનો કે શિષ્યમાં વિરતિના પરિણામ પહેલા જ ઉત્પન્ન થઈ ગયા છે, તો વિધિ-વિધાનની જરૂર શી ? અને પરિણામ નથી થયા તો બધું જૂઠું છે. મૃષાવાદનો દોષ લાગે. ન હોય છતાં કહેવું તે જુદું જ ને ?
ઉત્તરઃ વિરતિનું પરિણામતે જ પ્રવ્રજયાતે તમારી વાત સાચી છે. પણ તેનું મુખ્ય-પુષ્ટ સાધન આ વિધિ-વિધાન છે.
સારું ખાતર વગેરે બધું જ હોવા છતાં ખેતી નિષ્ફળ ન જ જાય, એવું થોડું છે ? વેપારમાં નુકશાની ન જ જાય, એવું થોડું છે ? છતાં ખેતી-વેપાર કોઈ બંધ કરે છે ? મોટા ભાગે આ વિધિ-વિધાન વિરતિના પરિણામ લાવવામાં સહાયક બને છે.
ઓઘો લેતી વખતે કેટલો આનંદ - ઉમંગ હોય છે, તે અનુભવ-સિદ્ધ છે.
(પ્રશ્ન : ઓઘો લેતી વખતે કેટલું નાચવું ?
ઉત્તર : થોડુંક જ. આજે તો પડી જવાય તેટલું નાચે. આ કાંઈ નૃત્યસ્ટેજ છે ?)
લગ્ન પછી જેમ પતિ-પત્નીરૂપે દંપતી સમાજ-માન્ય બને છે, તેમ દીક્ષા વિધિ પછી સાધુ રૂપે સમાજ-માન્ય બને છે.
સોગંદ વિધિ લીધા પછી જ “મંત્રી કહેવાય.
રીઝર્વ બેંકની સહી પછી જ “રૂપિયો' કહેવાય. તેમ દીક્ષાવિધિ પછી “સાધુ' કહેવાય. તેના કાર્યથી, તેની પરિણતિથી તેના પરિણામ જાણી શકાય. તેને સ્વયંને થાય : “હું હવે વિધિપૂર્વક સાધુ થયો છું. મારાથી હવે અકાર્ય ન જ થાય.'
આ બધું તો પ્રત્યક્ષ જોવા મળે છે.
આથી જ નૂતનદીક્ષિતને તે જ વખતે સમસ્ત સંઘ વંદન કરે છે; કદાચ ભાવથી પરિણામ ન જાગ્યા હોય તો પણ.
વ્યવહાર-માર્ગ આ રીતે જ ચાલે.
આ વંદનથી, વંદન લેનારની પણ જવાબદારી વધી જાય : આ બધા જ મને વંદન કરે છે, તો હવે મારે તેને અનુરૂપ જીવન જીવવું જોઈએ. - ભરત વગેરેના ઉદાહરણો અહીં ન લેવાય. એ કદાચિત્ક
૧૩૦
*
*
*
*
*
*
*
*
*
* * કહે.