________________
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...”
- ઉપા. યશોવિ. મ. ૧ ૨ ૨ ગાથાનું સ્તવન » જ્ઞાનની તીણતા, ચરણ તેહ
- દેવચક્રજી, અધ્યાત્મ ગીતા - જિહાં લગે આતમ તત્ત્વનું, લક્ષણ નવિ જાયું; તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું...”
- યશોવિ. ગુણઠાણું તાણવાથી મારી મચડીને નથી આવતું, વેષ પહેરવાથી નથી આવતું, તે માટે આત્મ-તત્ત્વનું લક્ષણ જાણવું પડે.
- સંયમ જીવન ઉત્તમ રીતે જીવવાની સ્કૂલ એટલે કે ગુરુકુળવાસ. આવું જાણ્યા પછી સ્કૂલમાં કોણ તાલીમ ન લે ?
- જૈનકુળમાં જન્મ મળે એટલે સંયમ મળે જ એવું નથી. અત્યારે એક ક્રોડ જૈન હોય તો સંયમી કેટલા ?
૧૦,૦૦૦. બરાબરને ? ૯૯ લાખ, ૯૦ હજાર બાકાત થઈ ગયા. આમાં આત્મજ્ઞાની કેટલા ? યોગસાકાર કહે છે : દ્વિત્રાઃ | બે-ત્રણ મળી જાય તોય ભયો ભયો !
કેટલું દુર્લભ છે આત્મજ્ઞાન ?
આ બે-ત્રણમાં આપણો નંબર લગાડવાનો છે. નિરાશ થઈને સાધના છોડી દેવાની નથી. લોટરીના ઈનામ તો ૨-૪ને જ લાગે, પણ બાકીનાય આશા તો રાખે ને ?
- સાધુએ સંસારની નિર્ગુણતા વારંવાર ચિંતવવી જોઈએ. એ વૈરાગ્યનો ઉપાય છે ને તેનાથી જ વૈરાગ્ય ટકે છે. વૈરાગ્યથી જ વિરતિ ટકે છે.
પ્રશ્ન : ભાવથી વિરતિનો પરિણામ એ જ મહત્ત્વની વાત છે. તો તે માટે જ પ્રયત્ન કરવો જોઈએ. વિધિની કડાકૂટ શા માટે ? વિધિ-વિધાન વિના પણ મરુદેવી – ભરત મહારાજા વગેરેને ચારિત્રના પરિણામ આવી ગયા હતા. કેવળજ્ઞાન ચારિત્રના પરિણામ વિના તો ન જ થાયને ? તેઓ વિધિબિધિ કાંઈ કરવા નહોતા ગયા. બીજું, વિધિ બધી કરી, છતાં વિરતિના પરિણામ જરાય ન આવ્યા, એવા પણ અનેક
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* *
* * * *
* *
* * * ૧૨૯