________________
યોગ-શિબિર કરાવવી પડે. માત્ર તેમાં રહેલા તેને પ્રગટ કરવાની જરૂર છે.
જ્ઞાનની તીક્ષ્ણતા એટલે જ્ઞાનનો તીવ્ર ઉપયોગ. જેવું જાણ્યું તેવું જ પાલન. જાણવું તેવું જ જીવવું ! દા.ત. ક્રોધની કટુતા જાણી. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે ત્યારે ક્રોધને વશ નહિ થવું. આ જ્ઞાનની તીક્ષ્ણતા થઈ. જ્યારે જે જ્ઞાનની જરૂર હોય ત્યારે ત્યારે તે જ્ઞાન ઉપસ્થિત થઈ જાય, આચરણમાં આવી જાય તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. કોઈ વસ્તુ લેવી-મૂકવી હોય તો પુંજી-પ્રમાર્જીને લેવી-મૂકવી તે જ્ઞાનની તીક્ષ્ણતા કહેવાય. આ તીક્ષ્ણતા એ જ ચારિત્ર ! ચારિત્ર એટલે આપણે આપણા માલિક છીએ, તેવો અનુભવ કરવો, તેમ જીવવું !
જ્ઞાન એકાગ્ર બને ત્યારે તે ધ્યાન થઈ જાય. જે વખતે જે વિષય હોય તેમાં એકાકાર બની જાય. 'ध्यानं चैकण्य સંવિત્તિ:'
—
જ્ઞાનસાર
એકાગ્ર થવામાં મને વાર લાગે, કોઈપણ કાર્યમાં મને વાર લાગે, પણ એકાગ્ર ન થાઉં ત્યાં સુધી છોડું નહિ.
ચિત્તની ચપળતાને ટાળનાર એકાગ્રતાપૂર્વકનું જ્ઞાન છે ! જ્ઞાનસારમાં શાન માટે જ્ઞાનાષ્ટક, શાસ્રાષ્ટક, અવિદ્યાષ્ટક, જ્ઞાનનું ફલ શમાષ્ટક આ બધા અષ્ટકો બતાવેલા છે.
માર્ગનો જાણકાર પણ ચાલે નહિ ત્યાં સુધી ઇષ્ટ સ્થળે પહોંચે નહિ. તેમ ગુણસ્થાનકની બધી જ પ્રકૃતિ વગેરેને જાણનારો પણ જીવનમાં ન ઉતારે તો ગુણસ્થાનોના માર્ગે આગળ વધી શકે નહિ.
જ્ઞાનમાં એકાગ્ર થવા માટે પણ વિહિત ક્રિયાઓ જોઈએ. ક્રિયાઓ છોડીને એકલા જ્ઞાનથી ન ચાલે.
રસ્તામાં તમે વધુ વખત રોકાઈ ન શકો. યા તો ઉપર જાવ યા તો નીચે. નીચે નિગોદ, ઉપર મોક્ષ છે. બંને સ્થળે અનંતકાળ સુધી રહેવાની સગવડ છે. મનુષ્યાદિના જન્મો
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
૧૨૧