________________
ચારિત્ર નહીં. માટે જ સમ્યક્ત અને જ્ઞાનને એવા દઢ બનાવીએ કે ભવાંતરમાં પણ સાથે આવે.
આપણું જ્ઞાન યુધિષ્ઠિર જેવું ભાવિત બનેલું હોવું જોઈએ. ભીમ કે દુર્યોધન જેવો પાઠ નહિ, યુધિષ્ઠિર જેવો પાઠ જોઈએ. ક્રોધ ન કરવો - ક્ષમા રાખવી... એ પાઠ.
એક મત એવો છે કે જે ગુરુને માનતો જ નથી. આગળ વધતા ભગવાનને પણ છોડી દે છે. તેમને ક્રિયાઓ જડ લાગે. વ્યવહાર ઘણો તુચ્છ લાગે.
આપણું જ્ઞાન બીજાને જણાવવા માટે છે કે સ્વને જાણવા માટે છે ? જ્ઞાન બે પ્રકારના (૧) પ્રદર્શક, (૨) પ્રવર્તક. પ્રદર્શક જ્ઞાન દેખાડવાનું હોય છે. પ્રવર્તક જ્ઞાન રત્નત્રયીમાં પ્રવર્તન કરાવે. તમે શા માટે જાણો છો ? બીજાને જણાવવા માટે ? તમે જ નહિ સમજ્યા હો તો બીજાને શી રીતે સમજાવી શકશો ? તમે જ જીવનમાં નહિ ઊતાર્યું હોય તો બીજાનું ભલું શી રીતે કરી શકશો ?
વક્તા બનવાનું નથી, અનુભવી બનવાનું છે. ૫૦૦ સાધુઓમાં વક્તા તો એક જ હોય. બાકીના અકિંચિત્કર ? નહિ, સ્વાધ્યાય તપ આદિ કરનારા એ મુનિઓના દર્શનથી પણ પાપ ખપે ! સમ્યક્ત વિનાનું તમારું જ્ઞાન પણ અજ્ઞાન બનશે અને ચારિત્ર પણ વિચિત્ર બનશે.
૪ તીર્થકરની અષ્ટપ્રાતિહાર્ય - સમવસરણાદિ ઋદ્ધિ જલસા કરવા માટે નથી. એ તો એ જ પચાવી શકે. આપણે તો થોડું માન મળતાં કુદવા લાગીએ ! જયારે તીર્થકર ભગવાન એ ઋદ્ધિ દ્વારા પણ પુણ્ય ખપાવે છે. અંતર તદ્દન અલિપ્ત છે.
૨ત્નાકરસૂરિએ ઠવણીમાં રત્નો રાખેલા. અપરિગ્રહનો ઉપદેશ આપતાં શેઠે પૂછ્યું : “સાહેબ ! બરાબર નથી સમજાતું. આત્મનિરીક્ષણ કરતાં પોતાની ભૂલ સમજાઈ, પરિગ્રહ - દોષનો ખ્યાલ આવ્યો. પરિગ્રહ ત્યજી શુદ્ધ સાધુ બન્યા. પછી “શ્રેયઃ શ્રેિયાં મંગલકેલિ સમ...” સ્વદુષ્કૃત ગર્લારૂપ સ્તુતિ બનાવી. જે આજે અણમોલ ગણાય છે. “મંદિર છો મુક્તિતણી.' તેનો ગુજરાતી અનુવાદ છે.
૧૧૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧