________________
પોતાની નિંદા (દુષ્કૃત ગહ) સાંભળવી વગેરેમાં સત્ત્વ જોઈએ.
માસોમો સંસાર, પવિમો તસ ૩ત્તારો' આવી સમજ ભગવાન આપે છે. આ જ વિજ્ઞાન છે. ગુર ચોવીસે કલાક સાથે ન રહે, પણ તેમણે આપેલું જ્ઞાન આપણી સાથે રહે, વિવેક સાથે રહે, વિવેક - ચક્ષુ – પ્રદાતા ગુરુ છે. વિજ્ઞાન (વિવેકયુક્ત જ્ઞાન) મળે તો જ પાછળની ૯ દુર્લભ ચીજોની સાર્થકતા છે.
- ભગવતી સૂત્રમાં કહ્યું છે : સાધુ માટે પ્રમાદ એ જ આરંભ, ગૃહસ્થ માટે હિંસાદિ, પણ સાધુ માટે તો પ્રમાદ એ જ આરંભ છે. પ્રમત્ત અવસ્થામાં (મૂચ્છિત અવસ્થામાં) જીવહત્યા ન થાય તોય પાપ લાગે, અપ્રમત્ત અવસ્થામાં (અમૂચ્છિત અવસ્થામાં) જીવહત્યા થાય તોય પાપ ન લાગે. ઉપયોગમાં રહે તે જ સાચું જ્ઞાન ! જેમ રોકડા પૈસા જ ખરા પૈસા કહેવાય. ઉધાર જ્ઞાન કામ ન લાગે. રોકડું જ્ઞાન જોઈએ... પ્રતિક્ષણ ઉપયોગમાં આવનારું !
“નયં રે ગયં વિટ્ટ' ઇત્યાદિ જાગૃતિને જણાવનારા સૂત્રો સદા નજર સામે રહે તો ક્યાંય વાંધો ન આવે. જાણેલું જ્ઞાન જીવનમાં ઉતારવાનું છે, મગજમાં સંઘરવાનું નથી.
નિશ્ચયથી સમ્યક્ત ન મળે ત્યાં સુધી દેહાધ્યાસ નહિ ટળે, શરીરમાં આત્મબુદ્ધિ નહિ ટળે. અત્યારે તો આપણે શરીરમાંથી ઊંચા નથી આવતા. આત્માની તો વાત જ ક્યાં કરવી ?
આવું નિશ્ચય સમ્યક્ત આવ્યા પછી સર્વવિરતિનો ભાવ સતત રહે, ન રહે તો શ્રાવકપણું તો ઠીક, પણ સમ્યક્ત પણ ન ટકે !
વ્યવહારની શ્રદ્ધા વ્યવહારમાં કામ લાગે. નિશ્ચયની શ્રદ્ધા નિશ્ચયમાં કામ લાગે. વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં જવું જોઈએ. તળાવમાં તરી તરીને નિષ્ણાત બન્યા પછી જ દરિયામાં કૂદવું જોઈએ. સીધી જ નિશ્ચયમાં છલાંગ નિશ્ચયાભાસ બની રહે, પ્રમાદ પોષક બની રહે. એવા ઘણાં દાખલા જોયા છે.
સમ્યક્ત અને જ્ઞાન જ ભવાંતરમાં સાથે આવે છે,
કહે
* *
*
*
*
*
*
* *
* * ૧૧૦