________________
वांकी (कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
અષાઢ વદ ૭
૦૪-૦૮-૧૯૯૯, બુધવાર
દીક્ષા પછી દીક્ષાચાર્ય નવદીક્ષિતને હિતશિક્ષા આપે. એમાં ૧૫ પદાર્થોની દુર્લભતા જણાવે. ૧૨ તો અત્યારે મળેલા છે, એમ કહીએ તો ચાલે, બાકીના ત્રણ મેળવવા પ્રયત્ન કરીએ તો જ ૧૨ની સફળતા.
આચાર્યની દેશના સાંભળીને બીજાઓને પણ દીક્ષા લેવાના ભાવ થાય. સુંદર બિલ્ડીંગ, સારું ફર્નિચર, ગાડી વગેરે જોઈ તે મેળવવાની કોશીશ કરોને ? તેમ દીક્ષા માટે મન થાય ? દીક્ષા પ્રસંગો વારંવાર જોવાથી તે મેળવવાનું મન થવું જોઈએ.
દીક્ષાથી શું જોઈએ ? સાધ્ય શું ? ચાલતાં પહેલા તમારી મંઝિલ નક્કી હોય છે. દુકાનમાં પૈસો સાધ્ય હોય છે. અહીં શું સાધ્ય ? મોક્ષ ? ત્યાં જઈને કરશો શું ? દોરા-પાટા વગેરે કરવાના ? ત્યાં સદૈવ આત્મ-સ્વભાવની રમણતા કરવાની છે, એ ખ્યાલમાં છે ને ? આ જીવનમાં આત્મસ્વભાવ-રમણતાની ઝલક નહિ મેળવી હોય તો ત્યાં શી રીતે
કહે કલાપૂર્ણસૂરિ-૧
* ૧૧૫