________________
વિદ્યા-મંત્ર વગેરે ગુપ્ત રાખવાની ચીજ છે. આ તો આપણે એવા છીએ : કામ થોડું કરીએ ને ગાજીએ ઘણા. ભક્તિ :
પ્રભુનો પ્રેમ વધે તેટલો પુદ્ગલનો પ્રેમ ઘટે. ‘મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન-મન થાય રે; વદન અનુપમ નિરખતાં, મારા ભવભવના દુઃખ જાય રે. 'दिट्ठेऽवि तुह मुहकमले, तिन्निवि नट्ठाई निरवसेसाई । दारिद्दं दोहग्गं जम्मंतर સંધિયું પાવું ' નિશદિન સૂતાં - જાગતાં, હૈડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આનંદ પૂર રે.’ પૂ. ઉ. યશોવિ. મ.સા. ભગવાનના ઉપકારોને યાદ ન કરો તો આનંદ ક્યાંથી આવે ? નિગોદમાંથી બહા૨ કોણે કાઢ્યા ? આટલી ભૂમિકાએ કોણે પહોંચાડ્યા ? મારા હૃદયમાં એક પણ અવગુણ પેસતો નથી, એવી સ્થિતિ આપે જ આપી છે ને ? ઓછો ઉપકાર છે ? ભગવાનના પ્રભાવથી એકેક ગુણ આવતા જાય તો કેટલા વધે ? ૧ માંથી ૧૧, ૧૧ માંથી ૧૧૧, એમ દસ ગણું થતું
જાય.
એક વિનય આવે તો ? વિનય પછી વિદ્યા, વિવેક, વિરતિ વગેરે આવતા જ જાય. આને ગુણાનુબંધ કહેવાય. કેવળજ્ઞાનથી ભગવાન વિભુ છે જ, પણ સમુાતના ૪થા સમયે ભગવાન સાચા અર્થમાં વિભુ હોય છે, સર્વ લોકવ્યાપી હોય છે. આ ચિંતનથી મનને સર્વવ્યાપી બનાવી શકાય છે.
પ્રશ્ન ઃ નાનો પરમાણુ ! તેના પર અનંત સિદ્ધોની દૃષ્ટિ શી રીતે સમાય ?
ઉત્તર ઃ નાચતી એક નર્તકી પર ૧૦ હજારની દૃષ્ટિ પડી શકે ? શી રીતે સમાય ? T.V. ના માધ્યમથી તો ક્રોડોની દૃષ્ટિ પડી શકે. પૌદ્ગલિક દષ્ટિ પુદ્ગલ પર પડી શકે તો કેવળજ્ઞાનની દૃષ્ટિ શા માટે ન પહોંચે ?
❖ ❖
૧૧૪ **
કહે કલાપૂર્ણસૂરિ-૧