________________
૧૫ દુર્લભ પદાર્થો :
(૧) ત્રસપણું, (૨) પંચેન્દ્રિયત્વ, (૩) મનુષ્યત્વ, (૪) આર્યદેશ, (૫) ઉત્તમ કુળ, (૬) ઉત્તમ જાતિ, (૭) રૂપ સમૃદ્ધિ – પંચેન્દ્રિય પૂર્ણતા, (૮) બળ (સામર્થ્ય), (૯) જીવન (આયુષ્ય), (૧૦) વિજ્ઞાન - વિશિષ્ટ બુદ્ધિ, (૧૧) સમ્યક્ત્વ, (૧૨) શીલ, (૧૩) ક્ષાયિકભાવ, (૧૪) કેવળજ્ઞાન, (૧૫) મોક્ષ.
આ દુર્લભ ૧૫ પદાર્થોમાં અત્યારે આપણને માત્ર ૩ જ ખૂટે છે : (૧) ક્ષાયિકભાવ, (૨) કેવળજ્ઞાન અને (૩) મોક્ષ. મારો અનુભવ એવો છે કે નિર્મળ બુદ્ધિ હંમેશ ભગવાનની ભક્તિથી જ આવે છે.
‘ધિમંપવત્તાં' શાન્તિનાથ ભગવાનનું અજિતશાન્તિમાં આ વિશેષણ છે. ધૃતિમતિના પ્રવર્તક ભગવાન છે. જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન.' વીવિ. મ.
-
કઈ એવી ચીજ છે : જે પ્રભુથી ન મળે ?
ભગવાન તો બધાને આપવા તૈયાર જ છે. ભગવાનમાં કોઈ પક્ષપાત નથી, આપણે લેવામાં અપાત્ર ઠરીએ છીએ. ગુરુ બધાને સરખું શીખવે, પણ વિનીત મેળવી શકે, અવિનીત ન મેળવી શકે. બે સિદ્ધપુત્રોનું ઉદાહરણ. ડોશીનો ઘડો ફૂટ્યો.
અવિનીત : પુત્ર મરી ગયો.
વિનીત : પુત્ર હમણાં જ આવશે.
અર્થઘટન કરવા માટે નિર્મળ પ્રજ્ઞા જોઈએ. ઘડો ફૂટ્યો એટલે માટી, માટીમાં મળી ગઈ અને પાણી પાણીમાં. તેમ પુત્ર પણ જન્મભૂમિમાં પાછો આવી જશે, એવું અર્થઘટન વિનીતે કરેલું, જ્યારે અવિનીતે ‘ઘડો ફૂટ્યો’ એટલે પુત્ર મરી ગયો - એવું અર્થઘટન કરેલું. વિનીતનું અર્થઘટન સાચું ઠર્યું. ભક્તિ, જે ચીજ ન મળી હોય તે પણ આપે. પૂ.પં. ભદ્રંકરવિ. આના જીવતા-જાગતા ઉદાહરણ હતા. પૂ પ્રેમસૂ. મ.ના આટલા શિષ્યોમાં એમની પાસે જ આવી નિર્મળ પ્રજ્ઞા ક્યાંથી આવી ? નવકાર, પ્રભુ-ભક્તિ ઇત્યાદિના પ્રભાવથી.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
૧૧૩