________________
બે ઘડી પછી શું થવાનું છે તેની કોને ખબર છે? ભુજમાં હું દેરાસરમાં જવાનો હતો, પણ પહેલા વરઘોડામાં જઈ આવું, પછી દેરાસર જઈશ.” એમ વિચારી વરઘોડામાં ગયો, પણ કોને ખબર હતી કે હવે દેરાસર નહિ, સીધું મારું સ્થાન હોસ્પિટલમાં હશે ! ૧૫ દિવસ સુધી લગાતાર દર્શન ન થયા. (ગાયે લગાડ્યું ત્યારે) “વહુવિઘો દુ મુહુત્તો'એમને એમ નથી કહેવાયું.
• લેફ્ટ વખતે લેફ્ટ જ, રાઈટ વખતે રાઈટ જ પગ સૈનિકોનો આગળ આવે. લેફ્ટ-રાઈટનો સવાલ નથી, શિસ્તનો સવાલ છે. અહીં જોગમાં પણ ખમાસમણ ઇત્યાદિ દ્વારા વિનય શીખવાનો છે, શિસ્ત શીખવાનું છે. માટે જ આટલા ખમાસમણા વગેરે આપવાના હોય છે.
ગુરુ પછી કહે : “ગુરુપુર્દિ યુઠ્ઠાદિ મહાન ગુણોથી તું વૃદ્ધિ પામ.”
દીક્ષા દિવસે દીક્ષિતે ઓછામાં ઓછું આયંબિલ કરવું.
બોલીઓનો ઉલ્લેખ અહીં ક્યાંય નથી. ઉપકરણોના ચડાવા તો આચાર્ય સમંત છે. (ઉપકરણના ચડાવા ન થાય તો પણ કોઈ અવધિ નથી) પણ નામકરણના (અગાઉથી નામ નક્કી કરી લખાવી દેવું) ચડાવા ઉચિત નથી. આ ચડાવાઓના કારણે દીક્ષાદાતા આચાર્યશ્રીની હિતશિક્ષા વગેરે ગૌણ થઈ જાય છે.
બે હજા૨ સાગરોપમ પહેલા નિયમા આપણે એકન્દ્રિયમાં જ હતા. આ આપણો ઇતિહાસ છે. અનંતકાળ પહેલા નિયમો અનંતકાયમાં હતા. બાદર વનસ્પતિમાં વધુ વખત રહી શકીએ તેમ નથી. પૃથ્વી વગેરે એકેન્દ્રિય અસંખ્ય અવસર્પિણી-ઉત્સર્પિણી જ રાખી શકે, વધારે નહિ. અનંતકાળની સુવિધા તો માત્ર નિગોદમાં જ છે.
અમે તો એવી આશામાં હતા કે તમે મોક્ષમાં જશો ને અમને કાઢશો. પણ તમે તો પાછા અહીંના અહીં આવી ગયા.” આમ નિગોદના આપણા જૂના સાથીદારો આપણી અવ્યક્તરીતે મજાક કરશે, જયારે ફરી નિગોદમાં આપણે જઈશું !
૧૧૨
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે કલાપૂર્ણસૂરિ-૧ * * 8