________________
ગુરુ : “વંદિત્તા પર્વેદ' વંદન કરીને પ્રવેદન કરો.”
પછી શિષ્ય ખમાસમણ આપે. કેટલો ઉત્કૃષ્ટ વિનય અહીં ઝળકે છે ?
શિષ્ય સંવિગ્ન હોય. સંવિગ્ન એટલે ભવભીરુ અને મોક્ષનો અભિલાષી.
કાયોત્સર્ગ સંયમમાં સહાયક બનતો મહાન યોગ છે. એને કરવાનો હોય, પારવાનો હોય નહિ, છતાં અહીં એટલે પારવાનો છે કે એના પછીની વિધિ કરવાની છે, માટે કોઈ “એક નવકારનો કાઉસ્સગ્ગ, થોય સાંભળીને પારજો.” એમ બોલે તેમાં કોઈ જ દોષ નથી. કાઉસ્સગ્ન કરવાની વિધિ છે તેમ પારવાની પણ વિધિ જ છે; ઉર્દુ, ન પારીએ તો દોષ લાગે.
ગુરુ શ્વાસ રોકીને શિષ્યનો ત્રણ ચપટીએ અખંડ લોચ કરે, અહીં ચપટી માટે “મg - મઠ્ઠ' શબ્દનો પ્રયોગ થયેલો છે.
પ્રતિક્રમણ - ચૈત્યવંદન તો મહાન યોગ છે. એ વખતે વાતો તો કરાય જ શી રીતે ? યોગક્રિયાનું આ કેટલું મોટું અપમાન છે ? વાતો તો ઠીક, ઉપયોગ પણ બીજે ન જોઈએ, બેઠા-બેઠા પ્રતિક્રમણ કર્યું, વાતો કરી, ઉપયોગ ન રાખ્યો તો આપણે કર્યું શું ? આ યોગ પણ શુદ્ધતાથી ન થાય તો બીજા યોગ શું કરવાના આપણે ?
- શશીકાન્તભાઈને આ વખતે પ્રતિક્રમણની આ મહત્તા સમજાવી. ગણધરો માટે પણ જે ફરજિયાત છે, તે તમારા માટે જરૂરી નહિ ? પ્રતિક્રમણ છોડીને તમે બીજા કોઈ ધ્યાન-યોગ કરી શકો નહિ, બીજા ટાઈમે ભલે કરો, પણ આ ટાઈમ તો પ્રતિક્રમણ માટેનો જ છે. એને ગૌણ બનાવી શકાય નહિ.
• શ્રુતજ્ઞાન અને જિન બંને એકરૂપે છે, એમ પુખરવરદી સૂત્રમાં જણાય છે. શ્રુતજ્ઞાનની સ્તુતિ હોવા છતાં પ્રારંભમાં ભગવાનની સ્તુતિ શા માટે ? આવા પ્રશ્નના જવાબમાં નિર્યુક્તિકાર કહે છે : ભગવાન અને શ્રુતજ્ઞાન અલગ નથી, બંને એક જ છે.
જિનવર જિનાગમ એકરૂપે, સેવંતાં ન પડો ભવભૂપે,”
૧૦૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧