________________
એમ વીરવિ. એ એટલે જ કહ્યું છે.
ભગવાન માટે જે દ્રવ્યશ્રુત છે (બોલાયેલા કે લખાયેલા શબ્દો દ્રવ્યશ્રુત છે) તે આપણા ભાવૠતનું કારણ બની શકે છે.
. ભગવાનનું નામ છે ત્યાં ભગવાન છે. ભગવાનની મૂર્તિ છે, ભગવાનના આગમ છે, ત્યાં ભગવાન છે. ક્યાં નથી ભગવાન ? ક્યારે નથી ભગવાન ? યાદ કરો ત્યારે ભગવાન હાજર છે. આપણી બધી જ વિધિઓમાં ચારે - ચાર પ્રકારના (નામાદિ) તીર્થકરોની ભક્તિ સમાવિષ્ટ છે.
નમુત્યુÍમાં ‘અમ' માં ત્રણેય કાળના તીર્થકરોને વંદના છે.
નમુત્થણંમાં ભાવજિનની સ્તુતિ છે. એમાં એકાકાર બનો. તમારા માટે આ જ ધ્યાન બની જશે.
માટે જ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાને કોઈ અલગ યોગ શિબિરની જરૂર જ નથી. આ જ યોગ છે. આ જ ધ્યાન છે.
આપણી અવિધિની મોટી નુકશાની એ છે કે પરંપરા ગલત પડે. નવા આવનારને એમ જ લાગે : “આ તો આમ જ ચાલે. વાતો કરાય, બેસીને કરાય, ઉઘાય, માંડલી વિના પણ કરી શકાય.' ઇત્યાદિ મિથ્યા પરંપરાનું આલંબન આપવું બહુ મોટો અપરાધ છે.
કોઈ ગુનો કર્યો હોય તો તેને માંડલી બહાર કરવામાં આવે છે પણ માંડલીથી અલગ પ્રતિક્રમણ કરીને તમે સ્વયં માંડલીથી બહાર થઈ જાવ, એ કેવું ?
અધ્યાત્મસાર : “મ િર્મવતિ થા' ભક્તિને હૃદયમાં ધારણ કરશો તો ભગવાન સ્વયં આવી જ જશે. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” એટલે જ ગાયું છે.
ભગવાન મહાન છે. આપણે વામન છીએ. મહાનને વામન શી રીતે ધારણ કરી શકે ? ઘડો શી રીતે સાગરને પોતાનામાં સમાવી શકે ?
યશોવિ. મ. કહે છે :
|
_
=
=
=
=
=
= ૧૦૯