________________
અધ્યાત્મસાર, __ भक्तिर्भगवति धार्या
જગતમાં સ્વાર્થથી ભક્તિ ઘણાની કરી, પણ હવે પ્રભુની નિઃસ્વાર્થ ભક્તિ કરવાની છે. પૂનમિયા, મહુડી, નાકોડા-ભેરૂ વગેરેના ભક્તોને ખાસ સૂચના કે અપેક્ષા જેટલી છોડશો તેટલું વધુ મળશે. તમે માંગી-માંગીને કેટલું માંગવાના ? હકીકત એ છે કે શું માંગવું ? એ પણ આપણને ખબર નથી. ભગવાન, નહિ માંગવા છતાં આપનારા છે, એવો વિશ્વાસ હોવો જોઈએ.
ઘણા કહે છે : મહારાજ ! દેરાસરનું કામ શરૂ કર્યું ને અમારી પડતી શરૂ થઈ. આવા લોકોને હું કહું છું : પડતી તમારા કર્મોને લીધે થઈ છે. ભગવાન કદી કોઈનું બૂરું કરે નહિ. આ તો સારું થયું કે દેરાસરનું કામ થઈ ગયું. આવી સ્થિતિ વહેલી શરૂ થઈ ગઈ હોત તો તમે શું કરી શકત ? આમાં પણ ભગવાનની કૃપા જુઓ, સુખમાં, અનુકૂળતામાં તો બધા જુએ, દુઃખ અને પ્રતિકૂળતામાં પણ જે ભગવાનની કૃપા જોઈ શકે તે જ સાચો ભક્ત છે.
ભક્તિનું ફળ બતાવતાં શક્રસ્તવમાં કહ્યું છે : સર્વ સંપત્તિઓનું મૂળ પ્રભુનો અનુરાગ વધતો જાય છે.
‘સર્વ-સમ્પાં મૂન્ન નાયરે નિનાનુરા: '
આવો પ્રેમ જાગી જાય તો બીજું તો ઠીક. પ્રભુનું પદ પણ દુર્લભ નથી.
પ્રભુ ભક્તિ સમ્યક્તને નિર્મળ કરે, બોધિ અને સમાધિને આપે.
‘મારા વોદિત્સાનં સમાદ્વિરપુત્તમં ચિંત' - લોગસ્સ.
નવકાર પછી, લો ગસ્સ સૂટાની મહત્તા છે. છ આવશ્યકમાં બીજું આવશ્યક (ચતુર્વિશતિ સ્તવ) લોગસ્સના મહિમાને પ્રગટ કરે છે.
સામાયિકના પરિણામ પેદા કરવા હોય કે ટકાવવા હોય તો ભગવાનની કૃપા જોઈએ. માટે બીજા આવશ્યકમાં લોગસ્સ દ્વારા પ્રભુ-ભક્તિ જણાવી છે.
ભગવાનના સ્તુતિ સ્તવન – મંગલ વગેરેથી બોધિ -
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૧૦૫