________________
હરિભદ્રભટ્ટ અર્થ સમજવા સાધ્વીજી પાસે ગયા ત્યારે તેમણે સાધુ મ. પાસે મોકલ્યા. ગયા. અર્થ સમજવા પ્રાર્થના કરી. “એ માટે દીક્ષા લેવી પડે. દીક્ષા વિના આગમોના અર્થો અમે સમજાવતા નથી.” ગુરુની આવી વાતથી હરિભદ્ર દીક્ષા માટે તૈયાર થઈ ગયા. આવી રીતે દીક્ષિત હરિભદ્રસૂરિજીએ પંચવટુક ગ્રંથની રચના કરી છે.
- મુમુક્ષુની પરીક્ષા :
મુમુક્ષની - સાધુની જીવદયાની પરિણતિ જાણવા જઘન્યથી ૬ મહિના પરીક્ષા કરે. વધુમાં વધુ બે વર્ષ સુધી. જરૂર પડે તો ૪ વર્ષ સુધી પણ પરીક્ષા કરે.
દીક્ષા - વિધિ વખતે શિષ્યને ડાબી બાજુ રાખે.
દીક્ષાવિધિ વખતે સૂત્રોનું શુદ્ધતાપૂર્વક ઉચ્ચારણ થવું જોઈએ.
રજોહરણ એટલે ? हरइ रयं जीवाणं बज्झं अब्भंतरं च जं तेणं ।
रयहरणंति पवुच्चइ कारणकज्जोवयाराओ ॥ हरति रजो जीवानां बाह्यम् आभ्यंतरं च यत् तेन । रजोहरणमिति प्रोच्यते कारणे कार्योपचारात् ॥
પંચવસ્તુક ગાથા - ૧૩૨ જેનાથી બાહ્ય અને અભ્યાંતર રજનું હરણ કરાય તે રજોહરણ કહેવાય. અત્યંતર કર્મ-રજ દૂર કરવાનું ઓઘો કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી તેને રજોહરણ કહેવાય.
દીક્ષા વખતે ચૈત્યવંદનાદિ જરૂરી છે. તે ભક્તિયોગ છે. પ્રભુની ભક્તિથી ઉત્તમ ભાવો ટકે છે. ન હોય તો જાગે છે.
દીક્ષા પછી પણ તરત મંદિરમાં નૂતનમુનિને લઈ જવામાં આવે છે. પશ્ચિમમાં ઇશાન ખૂણે માળા ગણવામાં આવે છે. પછી પણ રોજ કમ સે કમ સાત વાર ચૈત્યવંદન હોય છે. આ બધું જ ભક્તિયોગની પ્રધાનતા દર્શાવે છે.
મોટા સંઘોમાં પોલીસ આદિ જોઈએ ને ? તેમ અહીં દીક્ષા-વિધિમાં પણ શાસનદેવતા આદિને યાદ કરવામાં આવે
૧૦૪
* *
*
*
*
*
* *
* * * * કહે