________________
વિશ્વાસ હોય છે.
ભગવાન ભલે વીતરાગ છે, પણ સાથે પતિત પાવન કરનારા, શરણાગતની રક્ષા કરનારા છે. એ ભૂલવાનું નથી.
યશોવિ. કહે છે : ભલે મોહના મહાતોફાન આવે, ગમે તેટલા ઝંઝાવાતો આવે, પણ મને કોઈ ભય નથી. તારનારો પ્રભુ મારી પાસે છે.
ભગવાનનું નામ મારી પાસે છે, એટલે ભગવાન મારી પાસે છે. “નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન.' એમ માનવિ. કહે છે.
તમને પ્લેનમાં પણ વાર લાગે, ભગવાનને આવતાં કોઈ વાર નથી લાગતી. નામ બોલો ને હાજર ! તમે હજુ ભગવાનની શક્તિઓને ઓળખતા નથી. ભગવાન વિષ્ણુ છે, એમ માનતુંગસૂરિજીએ કહ્યું છે. વિભુ એટલે કેવળજ્ઞાનથી વિશ્વવ્યાપી. સર્વત્ર પ્રભુ દેખાય તેને ભય શાનો ?
ભગવાન આપણી ગુપ્તમાં ગુપ્ત પ્રવૃત્તિ પણ જાણે છે - એવો વિશ્વાસ છે? એવું જાણ્યા પછી આપણે અશુભ પ્રવૃત્તિ કરી શકીએ ખરા ?
નોન ગન્જ પટ્ટફિક' શ્રુતજ્ઞાનમાં પણ લોક પ્રતિષ્ઠિત હોય તો ભગવાનમાં નહિ ?
પ્રશ્ન : આટલી બધી સાધનાઓમાં અમારે કઈ સાધના કરવી ? અમે મૂંઝાઈ ગયા છીએ.
ઉત્તર આપતાં ઉ. યશોવિ. મ. કહે છે : અસંખ્ય યોગનો વિસ્તાર (માયા = વિસ્તાર) ઘણો છે. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી પ્રભુ તરત જ મુક્તિ આપે છે. વિદન્તિ ભલે અહીં ન મળે, જીવન્મુક્તિ મળી શકે.
જીવન્મજિ' એટલે જીવતાં-જાગતાં સદેહે મુક્તિનો અનુભવ કરવો.
પ્રભુના ગુણ - પર્યાયોનું ધ્યાન ધરતો યોગી એવી કક્ષાએ પહોંચે છે કે શુક્લધ્યાનનો અંશ, આ કાળમાં પણ મેળવી શકે છે, એમ યશોવિ. એ સ્વયં યોગવિશિકામાં લખ્યું છે.
૧૦૨
*
*
*
*
*
*
*
*
*
*
* *
* કહે