________________
વ્યવહાર વિના આપણે નિશ્ચય પામી શકતા નથી. વ્યવહા૨ કારણ છે. નિશ્ચય કાર્ય છે.
આલંબન ઉપર ચડાવે, નીચે પડતાને બચાવે. ભગવાનનું આલંબન લઈએ તો કદી નીચે ન પડાય, ઉત્તરોત્તર વિકાસ જ થાય.
જુઓ પૂ. ઉપા. મહારાજના ઉદ્ગારો : શ્રી અરજિન ભવજલનો તારુ, મુજ મન લાગે છે વારુ; બાહ્ય ગ્રહી જે ભવ-જલ તારે, આણે શિવપુર આરે. (૧) તપ-જપ-મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથો હાથે, તારે તે છે સાથે રે. (૨) ભક્તને સ્વર્ગ - સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફલ દેઈ રે; કાયા કષ્ટ વિના ફળ લઈએ, મનમાં ધ્યાન ધરેઈ રે. (૩) જે ઉપાય બહુવિધની રચના, જોગ માયા તે જાણો રે; શુદ્ધ-દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણો રે. (૪) પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે; વાચક - “જસ' કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. (૫)
પ્રકાંડ પંડિત હતા યશોવિજયજી ! ચિંતામણિ નામના નવ્ય ન્યાયનો ગ્રંથ માત્ર એક દિવસમાં કંઠસ્થ કરી લીધેલો. ૭૫૦ શ્લોક યશોવિ. એ અને પ00 વિનયવિ. એ કંઠસ્થ કરી લીધા. ત્યારે એક દિવસ માટે પંડિતજી બહાર ગયેલા હતા.
એક વાત સમજી લો : ભક્તની ભાષા અલગ હોય છે. તાર્કિકોની ભાષા અલગ હોય છે.
તાર્કિકો કહેશે : ભગવાન કશું જ કરતા નથી. ભક્ત કહેશે : ભગવાન જ બધું કરે છે.
દેવ-ગુરુ પસાય વ્યવહારથી બોલો છો, પણ હૈયાથી બોલો છો ?
મહાન નૈયાયિક યશોવિ. આ સ્તવનમાં કેવા પરમ ભક્તરૂપે દેખાય છે ? છે ક્યાંય તર્કની ગંધ ? છે ક્યાંય તર્કના તોફાન ?
મારો હાથ પકડીને ઠેઠ મોક્ષનગરે ભગવાન મૂકે છે.” આવા ઉદ્ગારો ભક્ત સિવાય કોણ કાઢી શકે ?
બિલાડી જેમ પોતાના બચ્ચાને સુરક્ષિત સ્થાનમાં મૂકે છે, તેમ ભગવાન ભક્તને મોક્ષમાં મૂકે છે, એવો ભક્તનો ગાઢ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* *
* * * *
* * * ૧૦૧