________________
સળગાવી. લાખોની નુકશાની થઈ. કર્ણાટકમાં હાહાકાર મચી ગયો. મહારાજને બેલ્લારી જવું પડ્યું. મુંઝાયેલા લોકો અમારી પાસે આવ્યા. ત્યાં જઈને અમે ફંડ કરાવ્યો. આજુબાજુના હુબલી - બેંગ્લોર વગેરે સ્થાનોથી ઘણા લોકો આવ્યા. મુસ્લીમો પણ આવ્યા. ૧૮ લાખ રૂ. થઈ ગયા. થોડીક વિધિમાં ગરબડ થાય તો આવી સ્થિતિ પણ થઈ શકે.
પ્રશ્ન-દ્વાર : દીક્ષાર્થીને પૂછવું : તું શા માટે દીક્ષા લે છે ?
તેના ઉત્તર પરથી યોગ્યતા નક્કી કરી શકાય. “આપના સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી. આ અસાર સંસારથી આ સિવાય બીજો કોઈ હેતુ ન હોવો જોઈએ.
વિનયરને રાજાનું ખૂન કરવા દીક્ષા લીધેલી.
વૈરાગ્ય થોડો હોય તો ધર્મકથા દ્વારા વધારવો. દુ:ખગતિને જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પલટાવવો. સાધુના આચારો - નિયમો જણાવવા. અમારા પૂ. કનકસૂરિ મ. સ્પષ્ટ કહેતા : ચા નહિ, એકાસણા કરવા જોઈશે.
દીક્ષાર્થી સચિત્ત વગેરેનો ત્યાગ કરી શકે છે ? વનસ્પતિ પર પગ મૂકે છે ? કે છોડીને જાય છે ? ખારી જમીન, પાણી વગેરે છોડે છે કે નહિ ? તેમાં અંદરની પરિણતિ હોય તો જ જયણાનો ભાવ જાગે.
આ રીતે પરીક્ષા થઈ શકે.
અધ્યાત્મસાર પ્રશ્ન : કરવો છે આત્માનો અનુભવ તો વચ્ચે ભગવાનની શી જરૂર ?
ઉત્તર : ભગવાન સાથે સંબંધ બંધાયા વગર આત્માને જાણી શકાય નહિ.
શ્વેતાંબર સંઘ વ્યવહાર પ્રધાન છે. નિશ્ચય બતાવવાની ચીજ નથી, સ્વયં પ્રગટનારી છે.
માટે શ્વેતાંબર પાસે ધ્યાન નથી, એમ નહિ માનતા, ચારિત્ર હોય ત્યાં ધ્યાન હોય જ. દેશવિરતિને અલ્પમાત્રામાં હોય.
૧૦૦
=
*
*
+
*
*
* *
કહે