________________
પણ... ભગવાને મને ઊભો કરી દીધો. એક જન્મમાં બે જીવનનો અનુભવ થયો. મને તો આમાં પ્રત્યક્ષ ભગવાનની કૃપા દેખાય છે. નેલ્લોરવાળા નારાજ થઈ ગયેલા ઃ અમારી પ્રતિષ્ઠાનું શું ? મેં કહેલું : ગમે તે રીતે આવીશ. પ્રતિષ્ઠા (વિ.સં. ૨૦૫૨ વૈ.સુ.) પણ થઈ.
આગમિક પદાર્થને શ્રદ્ધાથી ગ્રહણ કરી શકાય, યુક્તિથી નહિ. યૌક્તિક પદાર્થને તર્કથી ગ્રહણ કરી શકાય. બંનેમાં જો ગરબડ થઈ જાય તો જ્ઞાનની સૂક્ષ્મતા નથી એમ સમજવું. ભક્તિનો આ પદાર્થ શ્રદ્ધાગમ્ય છે, અનુભવગમ્ય છે.
બિલાડીના બચ્ચાને માએ પકડી લીધું ત્યારે બચ્ચાએ શું કર્યું ? શ્રદ્ધાથી સંપૂર્ણ સમર્પણ કર્યું. જો એ સમર્પણ ન કર્યું હોત તો ? મા તરફ શંકા કરી હોત તો ? મા એને બચાવી ન શકત.
આવી શરણાગતિ જો આવી જાય આપણામાં...
પૂર્વનું વેર લેવા રાત્રે નાગરાજનું રૂપ લઈ દેવ આવ્યો. ગુરુએ શિષ્યની છાતી પર ચડી છરીથી લોહી કાઢી નાગને આપ્યું. નાગ જતો રહ્યો, શિષ્ય બચી ગયો. સવારે પૂછતાં શિષ્યે કહ્યું : ‘ગુરુ મારા તારણહાર છે. તેઓ જે કરશે તે બરાબર જ કરશે. મને પૂર્ણ વિશ્વાસ છે. શંકા કે અશ્રદ્ધાનું કોઈ કારણ નથી.’
ગુરુને તેની યોગ્યતાથી આનંદ થયો. આનું નામ શરણાગતિ !
બિલાડી ને વાંદરી જેમ સ્વ-સંતાનને પોતાના જેવા બનાવે છે તેમ ભગવાન સમર્પિત ભક્તને સ્વતુલ્ય બનાવે છે. આપણી ભક્તિ અને પ્રભુની શક્તિ ! આ બંને જોડાઈ જાય એટલે કામ થઈ જાય.
तस्मिन् ( परमात्मनि ) परम
प्रेमरूपा भक्तिः
નારદીય ભક્તિસૂત્ર પ્રભુના જ પરમ પ્રેમમાં મન તરબોળ થઈ જાય; એ જ સર્વસ્વ અને તરણ તારણ લાગે, એવો ભાવ તે ભક્તિ છે. પુરુષાર્થ કે તેની સફળતાનું અભિમાન, ભક્તિ જ ગાળી કહે કલાપૂર્ણસૂરિ-૧
-
૯૫