________________
શકે તેમ છે. નહિ તો સફળતાનું અભિમાન આપણને મારી નાખશે. કેટલાય સાધકોની સાધના અભિમાનથી રોળાઈ ગઈ.
“સ્વપુરુષાર્થથી હું આગળ પહોંચી જઈશ, એમ માનીને હવે આપ મારી ઉપેક્ષા કરશો નહિ. આટલી ભૂમિકા સુધી આપની કૃપાથી જ પહોંચ્યો છું. હવે ઉપેક્ષા કરો તો કેમ ચાલે ? આ કોના ઉદ્ગારો છે ? (કલિકાલ સર્વા હેમચન્દ્રસૂરિના)
મહંના મોટા પહાડને તોડવા ભક્તિ સિવાય બીજું કોઈ સાધન નથી. ભક્તિના વજથી અહંતાનો ડુંગર ચૂર-ચૂર થઈ જાય છે. માટે જ પ્રથમ સોહં બની નહિ, પણ દાસોહં બનીને સાધના કરવાની છે.
(૨૨) “સેવ્યો રે: સવા વિવિજે'
આપણી સાધનામાં વિક્ષેપ ન પડે એવું સ્થાન પસંદ કરવું – એકાત્ત સ્થાન !
ઘણી ભીડથી સાધનામાં વિક્ષેપ પડે છે. તમે અહીં ઘણી સંખ્યામાં રોજ આવો છો તે સારી વાત છે. કેટલીયે વાર આવો, હું એનો એ જ છું. એ જ વાસક્ષેપ છે. માટે તમે ઘણા બધા વારંવાર ન આવો તો સારું !
પરિપકવ માટે એકાત્ત સ્થાન બરાબર છે, અપકવ માટે નહિ. તેના માટે પ્રમાદનું કારણ બને.
(૨૨) “સ્થતત્રે સખ્યત્વે' : સમ્યત્વમાં સ્થિર રહેવું.”
આત્મ-તત્ત્વની સ્પર્શના તે નિશ્ચય સમ્યક્ત. જેવું સ્વરૂપ પ્રભુનું છે, તેવું જ મારું છે. માત્ર કર્મથી દબાયેલું છે, એ વાત પર પૂર્ણ વિશ્વાસ - સંવેદનાત્મક પ્રતીતિ – સમ્યગ્દર્શન કરાવે છે. પ્રભુનું ધ્યાન તે નિશ્ચયથી આપણું જ ધ્યાન છે. એમ સમ્યમ્ દર્શન શીખવે છે.
ભગવાને આપણને કદી જુદા માન્યા નથી. આપણે જરૂર માન્યા છે. ભગવાને જુદા માન્યા હોત તો તેઓ ભગવાન બની જ શક્યા ન હોત.
તત્ત્વ ન જાણ્યું હોય તે જ ભગવાનને જુદા માને.
૯૬
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે