________________
એ કે એના દ્વારા સ્વ-દોષો ખ્યાલમાં આવે. શાસ્ત્ર આપણી સમક્ષ અરીસો બનીને આવે છે; સ્વ-દોષ દર્શન માટે.
- ભૂખ વખતે ખાવ તો ભૂખ શમી જાય. તરસ વખતે પાણી પીઓ તો તરસ શમી જાય, પણ ક્રોધ વખતે ક્રોધ કરો તો શમી જાય એવું નથી, ઉર્દુ વધે. માયા, માન, લોભ, કામ, ઈર્ષ્યા વગેરે તમામમાં એમ જ સમજવું. આ બધું મોહનીયનું ઉત્પાદન છે.
(૨૦)મો ગુણ છે ભગવાનની ભક્તિ : ભક્તિ એટલા માટે કે એ ન હોય તો આવેલા ગુણો સચવાય નહિ.
આપણા તરફથી પ્રભુ પર અનુરાગ વધતો જાય તેમ તેમ પ્રભુનો અનુગ્રહ આપણા પર વધતો જાય.
બિલાડીના બચ્ચાને મા સ્વયં પકડે છે. ભક્તને ભગવાન પકડે છે.
વાંદરીના બચ્ચા માને સ્વયં પકડે છે. જ્ઞાની, ભગવાનને પકડે છે.
વાંદરીના બચ્ચાને કુદતાં નથી આવડતું, છતાં મા જેટલું કૂદ તેટલું જ એ કૂદી જાય. શા માટે ? છાતીએ વળગેલું છે માટે.
એ જ રીતે ભગવાનને આપણે પકડી લઈએ તો? સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લઈએ તો ભગવાન આપણું બધું જ સંભાળી લે.
વાંદરીનું બચ્ચું જ્યાં સુધી પુર્ણ નથી થતું ત્યાં સુધી માતાને છોડતું નથી. આપણી પાસે આટલી પણ સમજ નથી ? આપણે ભગવાનને શી રીતે છોડી શકીએ ?
વિ.સં. ૨૦૨૯ મનફરા - ચાતુર્માસ પ્રવેશ વખતે નાનકડા પૂર્ણચન્દ્રવિ. ને ભોજાભાઈ કારિયાએ ખભા પર ઉપાડી લીધેલા. તેમ અમુક કક્ષા પછી ભગવાન સ્વયં ભક્તની રક્ષા કરે છે.
મદ્રાસમાં એક વખતે એવી પરિસ્થિતિ હતી કે જવાની તૈયારી ! મેં કલ્પતરુ વિ.ને કહી પણ દીધું : બસ, જાઉં છું : વોસિરે... વોસિરે. મુહપત્તિના બોલ પણ બોલી શકતો નહિ.
૯૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧