________________
• બીજા કાર્યો માટે કલાકોના કલાકો કાઢી શકો છો. પ્રભુ-ભક્તિ માટે તમે થોડો વધુ સમય ફાળવી નહિ શકો ?
ભક્તિમાં ઊંડા ઉતરશો પછી સમજાશે કે સ્વાધ્યાય, વાંચન, સંપાદન, સંશોધન, અધ્યયન, અધ્યાપન, જાપ, ધ્યાન, સેવા વગેરે તમામ પ્રભુ-ભક્તિના જ પ્રકારો છે. અત્યારે તમારા આ કાર્યો શુષ્ક છે. કારણ ભક્તિ ઉતરી નથી. ભક્તિનો દોર જોડાઈ જાય તો આ બધા કાર્યોના મણકા માળા બની તમારા કંઠમાં શોભી ઊઠે.
(૨૨) - “સેવ્યો રે વિવિ ' યોગીએ એકાન્ત સ્થળનું સેવન કરવું. આટલું એકાંત પવિત્ર સ્થાન (વાંકી) આટલા વર્ષોમાં નથી મળ્યું. સાધના માટે આ વાંકી ક્ષેત્ર ઉત્તમોત્તમ છે. માટે અહીં રહી સાધના પર ભાર મૂકજો. જાપ-ધ્યાન વગેરેની જેટલી અનુકૂળતા અહીં મળશે તેટલી બીજે ક્યાંય નહિ મળે.
- ૯૨ વર્ષીય સા. લાવણ્યશ્રીજી મ. આજે બપોરે ૧.૩૦ વાગે કાળધર્મ પામ્યા છે. આ સાધ્વીજી ખૂબ જ ગુણીયલ હતાં. મારાથી ડબ્બલ પર્યાય એટલે કે મારી ઉંમર જેટલો દીક્ષા પર્યાય હતો. ગુણથી પણ વૃદ્ધ હતાં. આવી વેદનામાં પણ અપૂર્વ સમાધિ રાખી. બુદ્ધિશાળી પણ ખૂબ જ. તે યુગમાં ૧૮ હજારી કરેલી. છેલ્લા ૧૫ વર્ષથી બીમાર હતાં. સાથે રહેનારાએ પણ કમાલ કરી છે, અપૂર્વ સેવા કરી છે. જેટલી અનુમોદના કરીએ, તેટલી ઓછી છે.
આપણે બનીશું, આ જગતમાંથી વિદાય લઈશું એ હકીકત કદી ભૂલવી નહિ.
બીજાના મૃત્યુમાં આપણું મૃત્યુ જોવું. પોતાનું મૃત્યુ જેને પ્રતિપળ દેખાય તે વેરાગી બન્યા વિના ન રહી શકે. મૃત્યુની દરેક ઘટના આપણા વૈરાગ્યને વધારનારી બનવી જોઈએ.
૯૨
૪
*
*
*
*
*
*
*
* * કહે