________________
छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
અષાઢ વદ ૧ ૨૯-૦૭-૧૯૯૯, ગુરુવાર
પૂર્વ જન્મમાં કરુણાને ખૂબ જ ભાવિત બનાવી હોવાથી ભગવાન સ્વયં કરુણાવંત છે તથા તેમનો ધર્મ પણ કરુણામય છે. મેઘરથ રાજા કબૂતર બચાવવા પ્રાણ આપવા તૈયાર થઈ ગયેલા. પોતાના આત્મા કરતાં પણ બીજાને વધુ ગણવા ‘માત્મવત્ સર્વભૂતેષુ' થી પણ મૂઠી ઉંચેરી આ દૃષ્ટિ છે. મંત્રી વગેરે ના પાડે છે, છતાં મહારાજા સ્વ-નિર્ણયથી ચલિત ન થયા. કરુણા ના પાડે છે, શરણાગતનું ગમે તે ભોગે રક્ષણ કરવું, એમ કરુણા એમને શીખવે છે.
શાન્તિનાથ ભ.નો આ પૂર્વનો ત્રીજો ભવ છે. તે જ ભવમાં આવી કરુણાથી એમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું.
આચારાંગ સૂત્ર કરુણાનું ઝરણું છે.
ગોવિંદ પંડિતે જૈનદર્શનનું ખંડન કરવું હોય તો દીક્ષા લઈને અભ્યાસ કરવો પડે, એવા આશયથી દીક્ષા લીધેલી, પણ આચારાંગ સૂત્ર વાંચતા હૃદય પલટાયેલું. પછી સાચી દીક્ષા સ્વીકારી.
૮
=
*
*
*
*
* *
* *
* * કહે