________________
- શાસ્ત્ર બીજાની પરીક્ષા માટે નથી, સ્વના નિરીક્ષણ માટે છે. બીજાના દોષો જોયા કરશો તો શાસ્ત્ર તમારા માટે શસ્ત્ર છે.
- મારું સ્વાથ્ય ભલે બરાબર ન હોય, પણ વાચનાદિથી ઉર્દુ વધુ સ્કૂર્તિમય રહે છે. તમે ગ્રહણ કરજો અને પછી જીવનમાં ઉતારી વિનિયોગ કરજો. કંજૂસ નહિ બનતા.
આપણી જ્ઞાન સંપત્તિ - અધ્યાત્મ સંપત્તિ જો આપણે બીજામાં વહેંચીશુ નહિ તો તે સાનુબંધ નહિ બને, ભવાંતરમાં મળનારી નહિ બને. જૈનશાસન શા માટે જયવંતું છે ? વિનિયોગની પ્રક્રિયા ચાલુ રહી છે માટે,
નૈયાયિક પંડિતો ક્લિષ્ટ ભાષામાં લખે - જેથી કોઈ પોતાની વાત સમજી જ ન શકે. જયારે જૈનાચાર્યોએ સરળ ભાષામાં લખ્યું છે. બધા સમજે – ગ્રહણ કરે, જીવનમાં ઉતારે. આ વિનિયોગ છે.
(૨૦) “મ િર્માવતિ થા' ભગવાન પ૨ ભક્તિ ધારણ કરવી.
આટલા ગુણો આવ્યા, હવે ભક્તિની શી જરૂર છે ? ભક્તિ નહિ હોય તો આ બધા ગુણો અભિમાન પેદા કરશે. અભિમાન થયું એટલે પતનનો પ્રારંભ થયો સમજી લો. બત્રીશ – બત્રીશીમાં તો ત્યાં સુધી કહી દીધું :
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानन्द-सम्पदाम् ॥ “સમગ્ર શાસ્ત્રનો સાર, મેળવ્યો મેં મથી-મથી; પરમાનંદની પ્રાપ્તિ, થાય છે પ્રભુ-ભક્તિથી.”
ભગવાન બીજું કાંઈ નથી માંગતા – માત્ર સમર્પણ માંગે છે. તે પણ પોતાના માટે નહિ, ભક્ત માટે જ.
પોતાના માટે ભગવાનને નમન, પૂજન, સમર્પણ કે ભક્તિની જરૂર નથી. ભક્ત માટે આ બધું જરૂરી છે.
• સમ્યગ્દર્શન એ મૈત્રી અને ભક્તિના પાયા પર ઉભું છે. આનાથી મધુર પરિણામ પેદા થાય છે. એનાથી પહેલા
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* * * * * * * * * * * ૮૯