________________
હોશિયા૨ ભાગવતકાર - કથાકાર હોય પણ ભેંશોને ભેગી કરીને કથા ન કરે. ભેંશો ભલેને ગમે તેટલું માથું હલાવે, પણ સમજે કાંઈ નહિ.
મહાનિશીથનું અસાધ્ય દર્દીનું ઉદાહરણ = સુસઢ નામના સાધુને જયણા સાથે બીયા - બારૂં ! સ્નાન સૂતકનો ય સંબંધ નહિ. માટે જ કહું ચરે કહં ચિટ્ટે ?' વગેરે જયણાનું સ્વરૂપ સૌ પ્રથમ સાધુઓને સમજાવવું જોઈએ. ઉગ્ર તપ કરે છે, પણ સુસઢ બધા જ અસંયમ સ્થાનમાં વર્તે છે.
ગુરુ : “હે મહાસત્ત્વશીલ ! અજ્ઞાનતા દોષના કારણે તું સંયમ – જયણા જાણતો નથી. તેના કારણે તારું આ બધું વ્યર્થ જાય છે. આલોચના લઈને બધું શુદ્ધ કર.' આલોચના શરૂ કરી, પણ જીવનમાં કોઈ જ સુધારો નહિ. સંયમ જયણા યથાયોગ્ય કર્યા નહિ. છટ્ટ - અઢમથી લઈ છ મહિના સુધી તપ કરે પણ જયણાનો “જ” ન હોય.
કાર્ય કર્યું કે નહિ ? તેની રાહ મૃત્યુ નથી જોતું. તે અચાનક જ આવી પડે છે. મૃત્યુ પામીને સામાનિક દેવ, વાસુદેવ થઈને, સાતમી નરકે ગયો. ત્યાંથી હાથી થઈને નિગોદમાં ચાલ્યો ગયો... અનંતકાળ માટે.
અઢાર હજા૨ શીલાંગનું સંપૂર્ણ - અખંડપણે પાલન તેનું નામ જયણા છે. એ વાત તેણે જાણી નહિ. આથી પુણ્યહીન સુસઢ નિગોદમાં ગયો. કાયક્લેશ કર્યો તેનાથી અધું કાર્ય પણ જો તેણે પાણી માટે કર્યું હોત, અર્થાત પાણી માટે ઉપયોગ રાખ્યો હોત તો મોક્ષ થઈ જાત. પાણી - તેલ અને મૈથુન આ ત્રણ મહાદોષો છે. એ તેણે જાણ્યું નહિ. એ સાધુ પાણીનો ઉપયોગ વધારે કરતો હતો.
આ ત્રણે મહાપાપસ્થાનો છે. કારણ કે, ત્રણેયમાં અનંત જીવોનો ઉપઘાત છે. માટે પાણીમાં ‘નસ્થ નન્ન તત્થ વU' ના સૂત્રથી અનંત જીવો છે. અગ્નિને “સર્વતોભક્ષી' કહ્યો છે. તેનાથી છકાયની વિરાધના લાગે. મૈથુનમાં સંખ્યાત – અસંખ્યાત જીવોની હત્યા થાય છે. તીવ્ર રાગ વિના મૈથુન સેવાતું નથી.
મેં
*
*
*
*
*
*
*
* *
* ૮૧