________________
અવિનીત ઉદ્ધતને વારંવાર ટોકો તો તેને આર્તધ્યાન થાય : “જ્યારે જુઓ ત્યારે ટક... ટક... બસ મને એકને જ જોયો છે...?” વિનીતને શિખામણ આપવાથી - ટકોરથી રાજી થાય. અશ્રદ્ધાળુ - અવિનીતને દુઃખ થાય.
- ભીખ માંગીને ખાવું તે દુનિયામાં હલકામાં હલકો ધંધો છે. જો આપણે અહીં સંયમયોગનું પાલન ન કરીએ તો ભીખારી કરતાં પણ ગયા. ભીખારી તો હજુએ નમ્ર હોય. અહીં તો નમ્રતાય ગઈ.
કેટલાક શ્રાવકો અવિનીતને કહે : “હું આચાર્ય મહારાજને કહી દઈશ.” “કહી દોને... આચાર્ય મહારાજથી હું ડરતો નથી.' આ તેનો જવાબ હોય.
દશવૈકાલિકમાં નવમા વિનય અધ્યયનમાં સૌથી વધુ ૪ ઉદ્દેશા છે. ઉત્તરાધ્યયનમાં પહેલું અધ્યયન વિનય માટેનું છે. આ પરથી વિનયગુણનો મહિમા ખ્યાલમાં આવશે. એની ગુજરાતી સઝાયો પણ છે. મોટી ઉંમરના સાધુઓને અમારા વડીલો એ સજઝાય શીખવતા : “વિનય કરજો રે ચેલા...” વગેરે...
પાલિતાણા (૨૦૩૬)માં વિનય વિષે જયાં જયાંથી જે કાંઈ મળ્યું તે એકઠું કરવામાં પ્રયત્ન કર્યો છે.
અસાધ્ય દર્દીને જેમ વૈદ્ય છોડી દે તેમ અવિનીતને ગુરુએ છોડી દેવા જોઈએ. અસાધ્ય કેસને હાથમાં લે તો વૈદ્યનો અપયશ થાય. દર્દી પણ હેરાન થાય. એનો ત્યાગ કરવામાં જ ભલાઈ...!
દીક્ષા આપવી એટલે જીવના કર્મરૂપી રોગની ચિકિત્સા કરવી. ગુરને વૈદ્ય થવાનું છે. શિષ્યને દર્દી બનવાનું છે. જેને સંસાર રોગ દૂર કરવાની ઇચ્છા હોય તેને જ દીક્ષા આપવી. જે પોતાને દર્દી જ ન માને તેની ચિકિત્સા શી રીતે થઈ શકે ?
પ્રશ્ન : આ જૈનશાસનમાં તો કાંઈ જ અસાધ્ય ન હોવું જોઈએ. અહીં જો અસાધ્ય હોય તો જીવ જશે ક્યાં ?
ઉત્તર : તમારી વાત સાવ સાચી. જિનશાસનને કશું અસાધ્ય નથી. પણ તેના પ્રયોગ માટે તો યોગ્યતા જોઈએ ને ? સ્વયં તીર્થંકર પણ અભવ્ય કે દુર્ભવ્યને પ્રતિબોધ ન આપે. દેશનામાં પણ “હે ભવ્યો” એમ જ કહે. ગમે તેટલા
૮૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧