________________
એકતા પણ (અભેદ) મનમાં હોવી જ જોઈએ. હિન્દ મહાસાગ૨, અરબી મહાસાગર કે બંગાળનો અખાત વગેરે સાગરના ભેદો જાણતી વખતે એ વસ્તુ ખ્યાલમાં હોવી જોઈએ કે સાગરૂપે બધા એક છે. માત્ર ભૌગોલિક સ્થિતિના કારણે નામ અલગ છે.
(૨) ગણિતાનુયોગ જ્ઞાન માટે; એકાગ્રતાથી જ્ઞાન વધે. (૩) ચરણકરણાનુયોગ ચારિત્ર માટે.
(૪) કથાનું યોગ ટાણે યનું ફળ છે. આથી જીવ વિરાધનાથી બચે. આરાધનામાં આગળ વધે.
ઉત્તરાધ્યયન વગેરેમાં કથાનુયોગ છે. બીજું આવે તે ગૌણ. કોઈકમાં ચારેય અનુયોગ પણ હોય. આર્યરક્ષિતસૂરિજી દ્વારા આ વિભાગીકરણ થયું.
“જેની પાસે હું દીક્ષા લઉં તેનું કહ્યું ન માનું, તેનો વિનય ન કરું, તેનો દ્રોહ કરું તો શો મતલબ છે દીક્ષાનો ?” ભવભીત દીક્ષાર્થી આ પ્રમાણે વિચારે.
૦ ગુણહીનને દીક્ષા આપતાં સ્વ-પરના બંને ભવ બગડે. વિનીત પુણ્યવાન, અવિનીત પુણ્યહીન હોય. સંપત્તિ હોય તેને ધનવાન કહેવાય. અહીં વિનયાદિગુણ એ આંતર સંપત્તિ છે.
નવકારમાં “નમો'ની પ્રધાનતા છે તે વિનયદર્શક છે. અવિનીતને શિક્ષા આપો તો તમને જ વળગશે : “તમે કેવા છો ? તે બધું હું જાણું છું. રહેવા દો...” એને તમે હજા૨ ઉપાયે પણ સમજાવી નહીં શકો. વિનય વિના વિદ્યા - સમકિત ક્યાંથી ? વિનીત કદી પોતાની ઈચ્છા મુજબ નહીં કરે. અવિનીત પોતાની મરજી મુજબ જ બધું કરે. અવિનીત વિહિત નહિ, અવિહિત અનુષ્ઠાન જ કરતો રહેશે. ક્યાંય ફરી આવે, કાંઈ પણ કરી આવે, ગોટાળા વાળી આવે, ગુરુને કાંઈ જણાવે જ નહિ .
ગૌતમસ્વામીએ ૩૬ હજા૨ પ્રશ્નો પૂછડ્યા, આપણે ગુરુને કાંઈ ન પૂછીએ. પૂછવા જેવું રહ્યું જ નથી ને ! સર્વજ્ઞ થઈ ગયા !!
કહે
–
*
*
*
*
*
*
*
*
*
*
૦૯