________________
(
9) ચાતુર્મા પ્રવેશ, વિ.સં. ૨૦૧૫
અષાઢ સુદ ૧૩ ર૬-૦૭-૧૯૯૯, સોમવાર
પાંચ ધારો - પાંચ વસ્તુ તરીકે બતાવ્યા છે. માટે આ ગ્રંથનું નામ “પંચવસ્તુક' છે. ચાર અનુયોગમાં અહીં ચરણકરણાનુયોગ પ્રધાનરૂપે છે. ચારેય અનુયોગ આપણા આધ્યાત્મિક જીવનને પરિપુષ્ટ બનાવે.
(૧) દ્રવ્યાનુયોગ સમ્યગુ દર્શન નિર્મળ કરે.
દ્રવ્ય-ગુણ પર્યાય જાણવાથી આત્માદિ પદાર્થો વિષે નિઃશંક અને સ્થિર બનાય છે. આત્માદિ પદાર્થો, જણાવવા માટે કે કીર્તિ માટે શીખ્યા, પણ પોતા માટે જરાય ન શીખ્યા. આ દીપક સમ્યક્ત કહેવાય. અભવ્ય જેવા રહ્યા આપણે.
ભેદજ્ઞાન પામવા માટે આ તત્ત્વજ્ઞાન શીખવાનું છે.
જીવોનું સ્વરૂપ જાણવાથી તેનું સાધમ્ય જણાય છે ને તેથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે. એ માટે જ જીવવિચાર આદિ ભણવાના છે.
જીવોના ભેદ, કર્મ, ગતિ કે જાતિના કારણે પડે છે. ચેતનાની અપેક્ષાએ કોઈ ભેદ નથી. એટલે પહેલા જીવોની
૦૮
=
*
*
*
* *
*
* કહે