________________
આવ્યો. વણવીરને ઘેર જમવા ગયો. ત્યાં ધમાલ કરી આવ્યો. અમે કહી દીધું : તારું અહીં કામ નથી. પછી બીજા સમુદાયમાં દીક્ષા લીધી. અત્યારે એકલા ફરે છે.
ભવાભિનંદીને કદી દીક્ષા ન અપાય.
પ્રશ્ન : ભલે એ ભવાભિનંદી હોય, પણ જિનવચનથી એ દોષ દૂર થઈ જશે... તો દીક્ષા આપવામાં શો વાંધો ?
ઉત્તમ : સંસાર રસિકને કદી જિનવચન નહિ ગમે. એ ધર્મ કરશે તો પણ સાંસારિક સિદ્ધિ માટે જ. ભારે કર્મી ક્લિષ્ટ પરિણામી જીવોને કદી જિનવચન ગળે ઉતરતું નથી. મેલા કપડામાં કદી કેસરીયો રંગ ચડે ? માટે એવી ભ્રાંતિમાં રહેતા જ નહિ .
ગાંધીધામના દેવજીભાઈમાં આ બધા જ ગુણો દેખાતા. વૈરાગ્ય, નમ્રતા, સરળતા, ક્ષમા, ભદ્રિકતા, દાક્ષિણ્ય વગેરે ગુણો દેખાય. જ્યારે ધર્મ પામ્યા નહોતા ત્યારે પણ કોઈને ખાલી હાથે પાછો મોકલતા નહિ. ક્યાંથી આવ્યા આ સગુણો ? પૂર્વજન્મના સંસ્કારો.
વસ્ત્રને ઉજળું કરીને રંગાય તેમ કોઈને ધર્મ-રંગથી રંગવો હોય તો એની વિષય-કષાયની મલિનતા દૂર કરવી જોઈએ.
જેને વિષયો વિષ્ટા જેવા, કષાયો કડવા ઝેર લાગે, તે જ દીક્ષાને યોગ્ય ગણાય.
ભૂંડ વિષ્ઠાનો રાગ કદી ન છોડે. ભવાભિનંદી સંસારનો રાગ કદી નહિ છોડે. ભૂંડને પકડીને તમે દૂધપાક, મીઠાઈ વગેરે ખવડાવો તો પણ વિઝા નહિ છોડે. તેમ ભવાભિનંદીને ગમે તેટલું સમજાવો. અકાર્યને નહિ છોડે, તક મળતાં જ કરી લેશે.
માટે ગુણસંપન્નને જ દીક્ષા આપવી. ૧૬માંથી કોઈ પણ ગુણની અપેક્ષા રાખ્યા વિના દીક્ષા આપવામાં આવે તો સ્વપરનું ભયંકર અહિત થશે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
*
*
* *
* *
*
* *
* *
૦૦