________________
કરનાર મોહનીય છે.
“ઉત્તમ ગુરુ જેવા જ ઉત્તમ શિષ્ય તૈયાર થાય.” એના માટે અહીં બધી વાતો કહી છે.
આ બધા ગુણો જાતમાં ઉતારવાના છે. સાંભળીને બેસી રહેવાનું નથી.
ગુરના ગુણોમાં દીક્ષાર્થીના ૧૬ ગુણો આવી ગયા. કારણ કે એ રીતે વિધિપૂર્વક દીક્ષા લીધી હોય તે જ સદ્ગુરુ બની શકે.
દીક્ષાર્થીમાં પૂરેપૂરા ૧૬ ગુણોની અપેક્ષા રાખો તો કદાચ આ કાળમાં એક પણ શિષ્ય ન મળે. ન મળે તો શું થયું ? આપણો મોક્ષ અટકશે નહિ. “મન મિલા તો ચેલા, નહિ તો ભલા અકેલા.”
૨-૪ ગુણો ન હોય, પણ સમર્પિત હોય તો ચલાવી શકાય. ગંભીર દોષો ન હોવા જોઈએ.
માનવ, આર્યદિશ, જાતિ, કુળ માત્રથી જ ન ચાલે. વિનય, સમર્પણશીલતા વગેરે ગુણ ખાસ જોવા જોઈએ.
ગુણવાન હોય તો જ એ ગુણપ્રકર્ષ સાધી શકશે. બીજરૂપે ન હોય તો અંકુર-વૃક્ષ શી રીતે થશે ?
વિનય સાથે દીક્ષાર્થી ભવવિરક્ત છે કે નહિ ? તે ખાસ જોવું. સંસાર એટલે વિષય-કષાય. તેનાથી જે નફરત કરતો હોય તે ભવવિરક્ત કહેવાય. વિષય-કષાયને સંસારનું મૂળ માને. તેને ટાળવા દીક્ષા લેવા ઇચ્છે તે યોગ્ય ગણાય. વૈરાગ્યથી આ ગુણો જણાય.
મોહનું વૃક્ષ ભયંકર છે. અનાદિભવ – વાસનારૂપી વૃક્ષનું મૂળ વિષય-કષાય છે. એનું ઉન્મેલન દુષ્કર છે. આસક્તિ - ઇચ્છા - સ્પૃહાનું ઉન્મેલન સહેલું નથી. અપ્રમત્ત જીવનથી જ એ શક્ય બને. દીક્ષા લેવી એટલે પાંચ મહાવ્રતો અપ્રમત્તપણે પાળવા.
પાંચ અવ્રતો ચાર કષાયોનું ફળ છે અથવા અવ્રતોથી કષાયો વધે છે, એમ પણ કહી શકાય. ' પ્રથમ વ્રત : અહિંસા :
એક મુસ્લીમ વૈદ્ય હમણા આવ્યો. તે કહે : સંસ્કૃતમાં “કુ” એટલે પૃથ્વી. “રાન' એટલે ઘોષણા. પૃથ્વી પરની ઘોષણારૂપ આ કુરાનમાં ક્યાંય હિંસાની વાત જ નથી. કેટલાક મુસ્લીમ
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * * ૦૯