________________
पट्टधर के साथ पूज्यश्री, सुरेन्द्रनगर, दि. २६-३-२०००
અષાઢ સુદ ૧ ૧ ૨૪-૦૭-૧૯૯૯, શનિવાર
ભગવાને ધર્મ બે પ્રકારે બતાવ્યો છે : શ્રાવક અને સાધુ ધર્મ. જો તેને મુક્તિનું કારણ બનાવવું હોય, ગુણ-વૃદ્ધિ, દોષ-હાનિ કરવી હોય તો તેનું વિધિપૂર્વક પાલન થવું જોઈએ. કર્મ-ક્ષય એટલે દોષ ક્ષય અને ગુણ-પ્રાપ્તિ. બંને પ્રકારના ધર્મો કર્મક્ષય માટે છે.
માટીમાંથી ઘડો બને તેમ યોગ્ય જીવમાં ઉપાદાનરૂપે રહેલા ગુણો પ્રગટ થાય. પહેલા ક્ષાયોપશમિક ભાવના, પછી ક્ષાયિક ગુણો મળે. સીધા જ ક્ષાયિક નહિ. કર્મના આવરણ ટળે તેમ ગુણો મળે, દોષો ટળે.
ગાઢ મિથ્યાત્વી જીવો આત્માનું અસ્તિત્વ પણ સ્વીકારવા તૈયાર નથી થતા. ૯ પૂર્વી પણ મિથ્યાત્વી હોઈ શકે. ‘હું આત્મા છું.’ એવી અનુભૂતિ તેને (અભવ્યને) ન થાય, માત્ર આત્માની જાણકારી તેને મળી શકે. આત્મતત્ત્વની પ્રતીતિ શ્રદ્ધા અનુભૂતિ સર્વ પર પડદો પાડનાર મોહનીય છે.
અંધારું મૂંઝવણ પેદા કરનારું હોય છે. ચોર કે શાહુકાર અંધારામાં જણાતા નથી. અવિદ્યા અજ્ઞાનનું અંધારું પેદા
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૬. * *