________________
એવા હોય છે જે હિંસા નથી કરતા, માંસાહાર નથી કરતા.
જામનગરમાં એક વૃદ્ધ માસ્તર આવતા. એના કપડા પર માંકડ દેખાયો. એણે કાઢ્યો નહિ. તેણે કહ્યું : એને સ્થાનભ્રષ્ટ કેમ કરાય ? “ઠાણાઓ ઠાણે સંકામિયાનો દોષ ન લાગે ?
એણે કહ્યું : “એક મુસ્લીમે, પત્ની રૂ કાંતતી'તી માટે નાની છોકરીને ઘઉં લેવા માટે મોકલી. સડેલા જીવાતવાળા ઘઉં વેપારીએ પધરાવી દીધા. ઘેર આવીને ખોલતાં જીવડા દેખાયા. મુસ્લીમે કહ્યું : “જલ્દી ઘઉં પાછા આપી આવ, પૈસા પાછા ન મળે તો કાંઈ નહિ, એ જ જગ્યાએ જીવડા તો પહોંચી જ જવા જોઈએ.' પેલી છોકરી ઘઉં પાછા આપી ગઈ.
મુસ્લીમ પણ આટલી અહિંસા પાળે તો અમે તો હિન્દુ છીએ.” એમ પેલા વૃદ્ધ માસ્તરે અમને જામનગરમાં કહેલું.
અભિયા – વત્તિયા આદિ ૧૦ રીતે જીવોની વિરાધના ટળવી જોઈએ. અભિયા એટલે અભિઘાત - ટક્કર - લાગવી. ઉપાધ્યાયશ્રી પ્રીતિવિ. ને ટક્કર વાગી અને ઉપડી ગયા. આપણે નાના જીવો માટે લોરીથી પણ ખતરનાક છીએ. ન જાણે આપણી ટક્કરથી કેટલાય જીવો મરતા હશે !
હિંસાનું મૂળ ક્રોધ છે. ક્રોધી માણસ અહિંસક ન બની શકે.
ક્રોધને ઉપમિતિકારે વૈશ્વાનર - અગ્નિ કહ્યો છે. હિંસાને ક્રોધની બહેન કહી છે. “હિંસા ભગિની અતિબૂરી રે, વૈશ્વાનરની જોય રે. તેને જીતવા ક્ષમા, મૈત્રી જોઈએ.
૧લા વ્રત માટે ઇર્યાસમિતિ, નીચું જોઈને ચાલતાં અહિંસા - પાલનમાં સહાયતા મળે.
૨જા વ્રત માટે ભાષા સમિતિ. ઉપયોગપૂર્વક બોલતાં અસત્ય વિરમણ વ્રત બરાબર પાળી શકાય.
૩જા વ્રત માટે એષણા સમિતિ. નિર્દોષ ગોચરીથી સાધુ અચૌર્યવ્રત બરાબર પાળી શકે.
૪થા વ્રત માટે આદાન – ભંડમત્ત નિક્ષેપણા સમિતિ. વસ્તુ લેતાં-મૂકતાં સતત નજર નીચી રહે તો સ્ત્રી સંબંધી ઘણા દોષોથી બચી શકાય.
૭૦.
*
*
*
*
*
*
*
*
*
* * * કહે