________________
એ ઉપાડીને હાલતો થાય. પેલાને ખબર જ ન પડે.)
વૈરાગ્ય માટે સંસારની નિર્ગુણતા જાણવી પડે. તે માટે આમ વિચારવું : સંયોગનો વિયોગ થવાનો જ છે. મૃત્યુ સામે જ ઉભું છે. વિષયો દુઃખદાયી છે. જો હું જીવનનો સદુપયોગ નહિ કરું તો ભયંકર પરિણામો ભોગવવા પડશે. આવી વિચારધારાથી જેણે સંસારની નિર્ગુણતા જાણી છે, તે દીક્ષા માટે યોગ્ય બને છે.
સંસાર તમને સારભૂત લાગે છે. જ્ઞાનીઓને અસાર લાગે છે.
સંસાર તમને ગુણપૂર્ણ લાગે છે. જ્ઞાનીઓને નિર્ગુણ લાગે
જીવની પાંચ શક્તિઓ :
(૧) અમરતા, (૨) વાણીની અમોઘતા - વાણી જ્ઞાનની દ્યોતક છે. એટલે કે અમોઘ જ્ઞાન, (૩) આત્માનું જ્ઞાનાદિ ઐશ્ચર્ય, (૪) અજન્મા સ્વભાવ, () અક્ષયસ્થિતિ. તેને પાંચ અવ્રત હણે છે.
બીજાને મારવાથી “અમરતાને હણીએ છીએ.
અસત્ય બોલવાથી “અમોઘ વાણી' (અમોઘ જ્ઞાન) હણીએ છીએ.
ચોરી કરીને “અનંત ઋદ્ધિ' હણીએ છીએ.
અબ્રહ્મથી “અજન્મા સ્વભાવને હણીએ છીએ; બીજાને જન્મ આપવાથી. પરિગ્રહથી અક્ષય સ્થિતિ ગુણ હણીએ છીએ.
ક્રોધાદિ, કામાદિ, હાસ્યાદિથી દીક્ષાર્થી પર હોય. એ કૃતજ્ઞ હોય, કરેલું ન ભૂલે, બીજાનું ઋણ સ્વીકારે તે જ પરોપકારમાં પ્રવૃત્ત થઈ શકે. બીજાના નાણા લો તો ઉપકાર સ્વીકારો કે નહિ ? કે લઈને બેસી જાવ ? ઉપકાર ન માનો તો નગુણા” કહેવાઓ.
નાણા ધીરનારનો ઉપકાર માનો તો જ્ઞાન આપનાર ગુરુનો ઉપકાર નહિ માનવાનો ?
નિગોદમાંથી કોઈ સિદ્ધ આપણને બહાર કાઢ્યા છે. હવે જ્યાં સુધી આપણે મોક્ષમાં જઈને બીજા જીવને નિગોદમાંથી
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૬૫