________________
બહાર ન કાઢીએ ત્યાં સુધી એ ઋણ નહિ ઉતરે. કેટલું મોટું ઋણ છે આપણી ઉપર ?
અરિહંતનું કામ છે : સંસારી જીવોને મોક્ષે મોકલવાનું. અરિહંતનું કામ છે : શાશ્વત સુખના ભોક્તા બનાવવાનું.
મોહનું કામ છે : શાશ્વત સુખના ભોક્તા નહિ જ બનવા દેવાનું.
મોહનું કામ અનાદિથી છે, તેમ ધર્મનું પણ અનાદિથી છે. મોહને આધીન રહે તે સંસારમાં રહે, ધર્મને આધીન રહે તે મોક્ષ તરફ પ્રયાણ કરે. આથી જ તથાભવ્યતાના પરિપાક માટે પ્રથમ ઉપાય ચારની શરણાગતિ છે.
એક વાર પણ જો અનન્ય શરણાગતિ સ્વીકારી તો અર્ધપુગલ પરાવર્ત કાળમાં તો તમારો મોક્ષ નક્કી જ.
ભવ્યતા સમાન હોવા છતાં બધાની તથાભવ્યતા જુદી જુદી છે.
પાંચ કારણોમાં સૌથી મુખ્ય પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થ શરણાગતિ માટે કેળવવાનો છે. ભગવાન જ મોક્ષના ઉપાય, મોક્ષના દાતા, મોક્ષનું પુષ્ટ કારણ છે, એમ માનીને તેઓની શરણાગતિ સ્વીકારવી.
| ન સ્વતઃ ન પરતઃ માત્ર પરમાત્માની કૃપાથી જ મોક્ષ શક્ય બને. ગુરુની શરણાગતિ પણ અંતતોગત્વા ભગવાનની જ શરણાગતિ છે.
ભગવાનને કહી દો : ___ यावन्नाप्नोमि पदवीं, परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्वं, मा मुञ्च शरणं श्रिते ॥
તું લાયક નથી મારા શરણ માટે.' – એમ ભગવાન કદી નહિ કહે. કૃતજ્ઞતા ગુણથી જ આવી શરણાગતિ આવી શકે. કર્મનું જોર ઘણું હોય, આપણું જોર ન ચાલે ત્યારે ભગવાનનું શરણ લેવું. એમનું બળ એ જ આપણા માટે તરણોપાય છે. જે ક્ષણે તમે ભગવાનને સ્મરો છો, તે જ ક્ષણે ભગવાન તમારામાં પધારે છે. અનેક જીવો યાદ કરે છે તો ભગવાનની શક્તિ ઘટશે, ભગવાન કેટલાને તારશે ? એવું
૬૬
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૬