________________
ક્રિયાકલાપમાં કુશળ, અનુવર્તક, શિષ્યનું ધ્યાન રાખનાર - પ્રતિજાગરૂક, આપત્તિના સમયે પણ અવિષાદી.
આટલા ગુણો તો ગુરુમાં હોવા જ જોઈએ. હવે દીક્ષાર્થીના ૧૬ ગુણો
(૧) આદિશ સમુત્પન્ન : આર્યભૂમિ (ભારતભૂમિ)માં ઉત્પન્ન થયેલો હોય. એટલે કે બીજ આર્યભૂમિનું હોય.
(૨) શુદ્ધજાતિકુલાન્વિત : માતાની જાતિ, પિતાનું કુળ – બંને ઉત્તમ જોઈએ. માણસો ઘણા છે, પણ બધા કાંઈ ઉત્તમ નથી હોતા. નીચ કુળના, અનાર્ય દેશના માણસોમાં સહજ રીતે જ યોગ્યતા ઓછી હોય છે.
(૩) વિમલબુદ્ધિ: રત્નની કિંમત બુદ્ધિહીન ન કરી શકે.
નિર્મળ બુદ્ધિવાળાની વિચારધારા નિર્મળ હોય. તેની વિચારધારાથી જ નિર્મળતાનો ખ્યાલ આવે. (દીક્ષાર્થીના ૧૬ ગુણો જુઓ અષાઢ સુદ ૭)
નિર્મળ બુદ્ધિવાળો જ માનવ - જન્મ દુર્લભતા વગેરેની વિચારણા કરે. માનવ જન્મની દુર્લભતા બીજી ગતિઓને જોવાથી જ સમજાય દેવગતિ, પુણ્ય અને નરકગતિ પાપ ભોગવવા માટે છે. દેવગતિમાં પણ દુર્ગતિ હોય છે. ઈર્ષ્યા – વિષાદ - અતૃપ્તિ હોય છે. તિર્યંચગતિ તો નજર સમક્ષ દુ:ખપૂર્ણ છે. હવે ધર્મની યોગ્યતા એકમાત્ર માણસ પાસે રહી.
આથી જ મોહ, માણસને ફસાવવા કંચન કામિની આદિની જાળ બિછાવે છે. પતંગીયાને દીવામાં સોનું દેખાય છે, માણસને પીળી માટીમાં સોનું દેખાય છે. સોનું માટી જ છે. તત્ત્વદ્રષ્ટાઓ માટે બંને એક જ છે.
તમારું જીવન સંપૂર્ણ રીતે ધન કેન્દ્રિત છે. ધનની આસપાસ તમે ઘૂમો છો. અહીં આવો ખરા, પણ મન તો ધનમાં જ હોય. ઘણા તો અહીં આવીને કહી જાય : મહારાજ ! મહારાજ ! મારા આ પાકિટનું ધ્યાન રાખજો.
સાધુ તમારી પાકિટનું ધ્યાન ન રાખે. કદાચ ઉપડી જાય તો નામ સાધુનું આવે. (મદ્રાસમાં એવા ઠગ ક્યારેક આવી જતા કે વંદન કરતાં કોઈ પાકિટ નીચે મૂકે ને તરત જ ઠગ
૬૪
*
*
*
*
*
* *
* * કહે