________________
I
चिन्तन - मुद्रा में पूज्यश्री, सुरेन्द्रनगर, दि. २६-३-२०००
શ્રી પંચવડુક ગ્રંથ - પ્રારંભ
અષાઢ સુદ ૯ ૧૮-૦૭-૧૯૯૯, રવિવાર
• હરિભદ્રસૂરિજીના ગ્રંથો આપણા માટે દીવડા છે. ઘોર કલિકાલ એટલે ભયંકર અંધારું ! અંધારાના અનુભવ વિના દીવાનો મહિમા ન સમજાય.
ગ્રંથ દ્વારા ગ્રંથકારનો પરિચય થાય છે. આટલી નાનકડી જીંદગીમાં કેવી રીતે આવા ગ્રંથો બનાવ્યા હશે ? વિહારો કરે, શાસન-સંઘના કામ કરે, સ્વયં અધ્યયન કરે, શિષ્યાદિને અધ્યાપન કરાવે, આ બધું કેવી રીતે કરી શક્યા હશે ? કેટલી અપ્રમત્ત દશા હશે એમની ? વિચારતાં હૃદય ગગદ્ બની ઊઠે છે.
જે આવે તેની ભરતી કરવાનું પાંજરાપોળને ફાવે, આપણને નહિ. માટે દીક્ષાર્થીના ગુણો તપાસવા જરૂરી છે. ગુરુ કેવા ? વગેરેનું વર્ણન પણ આ ગ્રંથ (પંચવટુક)માં આવશે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
*
*
* *
* *
* *
* * ૪૫