________________
મોટા પુરુષો પાસે રહેવાનો મોટો ફાયદો તેમના જીવનનો પ્રત્યક્ષ પરિચય થાય છે, તે છે. દરેક સાથે કઈ રીતે વ્યવહાર કરે છે ? તે જોવા મળે છે.
પંચવસ્તુકની ટીકાનું નામ છે : શિષ્યહિતા. - ઉપયોગહીન વંદન : દ્રવ્ય, કાચનો ટુકડો.
– ઉપયોગ સહિત વંદન : ભાવ, ચિંતામણિ રત્ન. દ્રવ્યવંદન માત્ર કાયક્લેશ ગણાય. ભાવવંદન એકવાર પણ થાય તો ? ‘જોવિ નમુક્કારો... તારેફ નાં વ નäિ વા' અનુક્રમણિકા (પંચવસ્તુકની)
(૧) પ્રવ્રજયા વિધાન, (૨) પ્રતિદિન ક્રિયા (સામાચારી), (૩) વ્રતોમાં સ્થાપના, (૪) અનુયોગ (વ્યાખ્યા)ની અનુજ્ઞા, ગણની અનુજ્ઞા, (૫) સંલેખના : શરી૨ સાથે કષાયોને કૃશ બનાવવા. માત્ર શરીર કૃશ બનાવીએ તો તપ તાપ બની જાય.
વન્તિ તેષુ મુળ: તિ વસ્તુમ્ । જેનામાં ગુણો વસે તે ‘વસ્તુક’. પ્રવ્રજ્યાદિ પાંચેયમાં જ્ઞાનાદિ ગુણો વસે છે માટે તે ‘પંચ વસ્તુક' છે. (૨) પત્રના ઢેળ મુળા વાયબ્રા, ફ્સ (સીસર્સ) વાયવ્યા ? ત્ય (વિત્તે વાયવ્યા । કૃત્યાદ્રિ ।
પ્રવ્રજ્યા (દીક્ષા) એટલે ? પ્રષ્ટ બ્રેનન- ગમન તે પ્રવ્રજ્યા. પાપથી નિષ્પાપ જીવન તરફ પ્રયાણ તે પ્રવ્રજ્યા. ખરેખર તો મોક્ષ તરફનું એ પ્રયાણ છે. ‘પ્ર’ ઝડપથી જવું, આગળ જ જવું, પાછળ નહિ, તે બતાવવા છે.
દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં પણ છઠ્ઠા ગુણઠાણાના નિમ્નતમ સ્થાને રહેલા સાધુની શુદ્ધિ અનંતગણી વધુ હોય છે. ‘આયુ: ધૃતમ્' ઘી આયુષ્યનું કારણ છે, માટે ઘીને જ આયુષ્ય કહ્યું છે. તેમ ચારિત્ર સ્વયં મોક્ષ છે. કારણ કે તે મોક્ષનું કારણ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર થયો છે. મન આદિ યોગોથી કર્મ બાંધે તે ગૃહસ્થ. તે વડે કર્મ તોડે તે મુનિ.
૪૬ *
✩
* કહે કલાપૂર્ણસૂરિ-૧