________________
प्रवचन फरमाते हुए पूज्यश्री, सुरेन्द्रनगर, दि. २६-३-२०००
અષાઢ સુદ ૫ ૧૭-૦૭-૧૯૯૯, શનિવાર
તીર્થના આલંબનથી અનેક તરી ગયા, તર્યા, તરશે. એ તીર્થને ટકાવવા આપણા પૂર્વાચાર્યોએ ખૂબ જ પરિશ્રમ કર્યો છે. એના દ્વારા જે આત્મિક આનંદ પ્રાપ્ત કર્યો, તે આનંદ સૌને મળે, તે માટે અનેક ગ્રંથો રચ્યા. હરિભદ્રસૂરિજીના ગ્રંથો એમાં મોખરે છે.
સંઘે યશોવિ.ને ‘લઘુ હરિભદ્ર' તરીકે નવાજેલા છે, તેમના ગ્રંથો પણ આજે દીવાદાંડીરૂપ ગણાય છે.
(૧૦) જોોપ ચિ નિયા નનૈઃ તયા ( ન ાર્ય:) | લોકોની નિંદાથી ગુસ્સો નહિ કરવો.
સ્તુતિથી રાજી થવાનું નથી તેમ નિંદાથી નારાજ નથી થવાનું ! બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. જો સ્તુતિથી રાજી થવાના તો નિંદાથી નારાજ થવાના જ. એક હોય ત્યાં બીજું ન હોય તેવું પ્રાયઃ ન બને.
આપણા વખાણ કદાચ લોકો માટે કલ્યાણકારી થઈ જાય, પરંતુ આપણે અભિમાન કરવા ગયા તો ડૂબ્યા !
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
૪૧