________________
પરનિંદાથી પણ અપેક્ષાએ સ્વપ્રશંસા કરાવવી સંભળાવવી મોટું પાપ છે. પ્રશંસાનું આ દોરડું
સાંભળવી એવું છે જો બીજા પકડે તો તરી જાય ને વ્યક્તિ સ્વયં પકડે તો ડૂબી જાય ! સ્વપ્રશંસા એક જ્વર છે, તેના માટે ટેબ્લેટ જોઈએ. પૂર્વાચાર્યની મહાનતાની વિચારણારૂપ ટીકડીથી આ તાવ ઊતરે છે.
–
બીજાની પ્રશંસાથી આપણા ગુણો વધે, સ્વપ્રશંસાથી ઘટે, અભિમાન વધે. સદ્ગુણો આવે, આવેલા સુરક્ષિત રહે તે માટે સાવચેત રહેવું જરૂરી છે. સદ્ગુણો રત્નો છે. મોહરાજા અભિમાન કરાવી લૂંટાવવા માગે છે. બુદ્ધિ આદિ શક્તિ ભગવાનના પ્રભાવથી મળી છે. તેની સેવામાં એ વાપરવાની છે. ‘સારું થાય તે ભગવાનનું, ખરાબ થાય તે આપણી ભૂલનું' એમ માનવું.
તમારી પ્રશંસા થાય તે મોહરાજાને ક્યાંથી ગમે ? આથી તે તમને પાડવા મીઠું ઝેર આપે છે : સ્વપ્રશંસાનું, અભિમાનનું !
સ્વપ્રશંસાની અપેક્ષા મટી જશે પછી લોક-નિંદાથી તમે વિચલિત નહિ બનો. ક્ષમા-તપ વગેરે ગુણો ભલે આવે, પણ ‘ક્ષમાવાન્, તપસ્વી’ વગેરે કહેવડાવવું નહિ. ગુણો જાહેર નહિ કરવા. રત્નો કદી જાહેરમાં મૂકાતા નથી.
સદ્ગુણોની પ્રાપ્તિ અને સુરક્ષા, માત્ર ભગવાનની કૃપાથી જ શક્ય બને છે.
૪૨
-
(૨) ‘સેવ્યાં ધર્માચાર્ય:' । ભગવાનના ૭૦૦ જ કેવળી. ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્ય કેવળી હતા, છતાં ગૌતમસ્વામીએ અભિમાન નથી કર્યું; મારા બધા જ ચેલા કેવળી ! આ કોનો પ્રભાવ ? ધર્માચાર્યની સેવાનો. ધર્માચાર્યની સેવા કેવી અદ્ભુત ! ગુરુ છદ્મસ્થ હોવા છતાં શિષ્યો કેવળી ! ગૌતમસ્વામી પણ કેવા વિનયી ? એક શ્રાવક (આનંદ)ને ગુરુ આજ્ઞાથી મિચ્છા મિ દુક્કડં માંગવા જાય.
ભગવાનની ભક્તિના પ્રભાવથી કેવળજ્ઞાન આપવાની લબ્ધિ એમનામાં પ્રગટી હતી. એમનું જીવન કહે છે ઃ તમે જો સાચા અર્થમાં શિષ્ય બનશો તો જ સાચા અર્થમાં ગુરુ બની શકશો. આપણે જે કાંઈ કરીશું તેની પરંપરા ચાલશે.
* કહે કલાપૂર્ણસૂરિ-૧
*