________________
રહેશો તો રોગી થશો. ગૌતમસ્વામી છઠ્ઠના પારણે પણ પોતે જ વહોરવા જતા.
તેમની નજરે બે ફાયદા હશે : (૧) ભગવાનનો લાભ મળે. (૨) સ્વાશ્રયિતા જળવાય.
કામ લાગશે” એવી આશાથી શિષ્યાદિ પણ ન કરાય.
હું કામ કરીશ તો મારી પોઝીશનનું શું ?' આ વિચાર મોહના ઘરનો છે. પરની આશામાં રહ્યા તે સાવ જ રહી ગયા.
એક જ હાથમાં ઉગેલી પાંચેય આંગળીઓ એકસરખી નથી, લાંબી - ટુંકી છે. તો આપણી આસપાસના બધા જ જીવો એકસરખા જ શી રીતે હોઈ શકે ? “ગતિ ગીવ હૈ Hથીના, મરિન છુ ન નીના' માટે કોઈ કામ ન કરે તો આપણેય ન કરવું – એવું વલણ નહિ અપનાવવું.
(૮) પા: રૂદ્ધ : શેયા:' - “સંયોગોને પાશ જેવા સમજો.”
સંયોગ સારા લાગે છે, પણ એ જ ફાંસો છે. માછલીને ગલમાં માંસ દેખાય છે, પણ એ જ એના ગળે ફાંસો બને છે. જગતના બધા જ સંયોગો બંધન છે. બંધનમાં કદી આનંદ ન હોય. બંધન એટલે પરાધીનતા ! પરાધીનતામાં આનંદ કેવો ?
(૧) તત્યાં મો જ પર્વ:'- સજજનોની એ સજ્જનતા છે કે તમારા થોડા પણ ગુણના ખૂબ-ખૂબ વખાણ કરે. તે વખતે તમારે મોં નહિ મલકાવવું, ખભા ઉંચા નહિ કરવા. કેટલાક કામ કઢાવવા, મોટા ભા બનાવે. જેમ શિયાળે પુરી લેવા કાગડાની પ્રશંસા કરેલી.
કદાચ એ શુભભાવથી પણ પ્રશંસા કરે. પ્રશંસા કરવી એની ફરજ છે, પણ અભિમાન કરવું તમારી ફરજ નથી.
પરનિંદા કરવી - સાંભળવી પાપ છે, તેમ સ્વપ્રશંસા કરવી, સાંભળવી પણ પાપ છે.
પર-નિંદાથી હજુ બચી શકાય, સ્વપ્રશંસાથી બચવું મુશ્કેલ છે. આ અનુકૂળ ઉપસર્ગ છે, મીઠું ઝેર છે. દુઃખ હજુ પચાવી શકાય. સુખ પચાવવું મુશ્કેલ છે. આ બહુ જ મોટું ભયસ્થાન છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* *
* * * * * * * *
* * ૩૯