________________
રાજાએ નામ લીધું ને ત્યારે જ સમાચાર મળ્યા : તમારા નગ૨ ૫૨ શત્રુ સેના ચડી આવી છે. રાજા ગભરાયો.
અબ્રહ્મચારીના નામમાં આવી તાકાત હોય તો બ્રહ્મચારીના નામમાં ન હોય ? રાજકુમારે સંકલ્પ કર્યો : જો મેં મન-વચન-કાયાથી શીલનું પાલન કર્યું હોય તો ઉપદ્રવ શમી જાવ. શત્રુસેનાના હાથ થંભી ગયા.
એટલા માટે જ ભહેસ૨ સઝાયમાં ઉત્તમ પુરુષોના નામ આપણે લઈએ છીએ. ‘નૈર્તિ નામહને પાવળવંથા વિનયં નંતિ.' વ્યક્તિ ઉત્તમ તો નામ ઉત્તમ, રૂપ ઉત્તમ, દર્શન ઉત્તમ, બધું ઉત્તમ !
( ૬ )આલાપ: દુર્જનસ્ય ન દ્વેષ્યમ્ । ધોબી તો કપડા ધોવાના રૂપિયા લે છે. આ દુર્જનો તો મફત આપણા મેલ ધોઈ આપે છે. મેલ ધોબી ફેંકી દે છે, જ્યારે દુર્જન પોતાની જીભ પર મૂકે છે.
જે વાણી પ્રભુના ગુણો ગાવા માટે મળી તેના દ્વારા બીજાની નિંદા ? વાણીનો આ કેવો દુરુપયોગ ? જે સ્થળે લાખની કમાણી થઈ શકે તે દુકાનમાં ખોટ કરવાનો ધંધો કરવો ? જીભ નથી મળી તેવા કેટલા જીવો છે, તે તો જુઓ. વાણીનો દુરુપયોગ વાણી વગરના ભવોમાં લઈ જશે.
દુનિયાના બધા જ ગુણોના દર્શન એક જ વ્યક્તિમાં કરવા હોય તો પરમાત્માને પકડી લો.
‘મહતાપિ મહનીયો' મોટાઓને પણ પૂજનીય એવા પ્રભુ આપણી સ્તુતિના વિષય બને, એવું આપણું સૌભાગ્ય ક્યાંથી ?
(૭)‘ત્યòવ્યા
પાશા'
પરની આશા સદા નિરાશા.’
‘પર' એટલે ‘સ્વ’ સિવાયનું બધું !
તમારા કામ તમારે જ ક૨વા પડશે. બીજો ન કરી શકે. કામ કરીશું તેટલી સ્ફૂર્તિ રહેશે. વીર્યાન્તરાયનો ક્ષયોપશમ થશે. બાહુબલી યાદ કરો.
શરીરને શ્રમ પડશે તો રોગ નહિ થાય. પરિશ્રમ વિનાના
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
૩.
*