________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩ર-૪૭)
૧
આમરણાંત ઉપવાસ કરશે એમ જાહેર કર્યું. બ્રિટિશ વડાપ્રધાને ચુકાદાને બચાવ કરતે જવાબ ૨૦–૮–૩૨ ના રોજ આપે. ગાંધીજી એમના નિશ્ચયને વળગી રહ્યા, આથી સમગ્ર દુનિયામાં હલચલ મચી ગઈ. ડૉ. આંબેડકર, રાજાજી, માલવિયાજી, સરદાર પટેલ, જયકર વગેરે આગેવાનોએ વાટાઘાટ કરી અને દલિત વર્ગો માટે અમુક બેઠકે નક્કી કરાઈ. આ સમાધાન પૂના મુકામે થયું તે “પૂના પૈક્ટ” તરીકે ઓળખાય છે. આ સમાધાન પછી હિંદુઓની પરિષદ મુંબઈમાં મળી અને હિંદુ સમાજ વતી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા નિર્ણય લેવાય.
૧૯૩૩માં કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન કરવામાં આવ્યું. એમાં દેશના સ્વાતંત્ર્યનું ધ્યેય અને સત્યાગ્રહ એ સાધન બનાવી લડતમાં લેકને વધુ ને વધુ ડાવાની અપીલ કરવામાં આવી. ત્યાર બાદ હરિજન પ્રવૃત્તિમાં પડેલાની શુદ્ધિ માટે અને એ પ્રવૃત્તિમાં સહાયભૂત થવા ગાંધીજીએ આત્મશુદ્ધિ અથે ૮-૫-૧૯૩૩ થી ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા. સરકારે એમને એ દિવસે જ છોડી મૂક્યા. ગાંધીજીએ છૂટતાં જ છ અઠવાડિયાં સુધી સત્યાગ્રહની લડત મોકુફ રાખી હતી. સરકારને એમણે સાબરમતી આશ્રમને કબજો લઈ લેવા જણાવ્યું, પણ સરકારે એમ ન કરતાં ગાંધીજીએ આશ્રમ છોડડ્યો અને એ વ્યક્તિગત સત્યાગ્રહ માટે રાસ જવા નીકળ્યા. ગાંધીજીને અને એમની સાથે ૩૪ સાથીઓને સરકારે ૩૧-૭-૧૯૩૩ ના રોજ પકડ્યા. મહાદેવ દેસાઈ, રાવજીભાઈ નાથાભાઈ, કસ્તૂરબા વગેરે ગાંધીજી સાથે હતાં. આ દરમ્યાન ગાંધીજીની અનિચ્છા છતાં કોંગ્રેસ પ્રમુખ અણેએ સત્યાગ્રહની લડત પાછી ખેંચી લેવાની જાહેરાત કરી અને આમ એને અંત આવ્યા. ૧૮, ૧૯ મે ૧૯૩૪ ના રોજ પટણા મુકામે મળેલ કે ગ્રેસ પક્ષની કારોબારી સમિતિએ ચળવળ બંધ કરવાનું ઠરાવ કર્યો અને ૨૦-૫-૧૯૩૪ થી એને અંત આવ્યો. લડતમાં ગુપ્તતા અને અશુદ્ધિ પ્રવેશવાની ટીકા ગાંધીજીએ કરી, પણ લડતમાં ભોગ આપી સત્યાગ્રહમાં ભાગ લેનારાઓની કદર કરી એમણે ધન્યવાદ આપ્યા હતા. ધીમે ધીમે લડતને જુસ્સો મંદ પડ્યો હતો. બારડેલી અને બોરસદ આ લડતમાં મોખરે રહ્યાં હતાં. સત્યાગ્રહની સફળતા અંગે લેકેની શ્રદ્ધા ડગી ગઈ હતી. સમાજવાદી પક્ષની સ્થાપના
૧૯૩૪ માં કોંગ્રેસની નીતિથી અસંતુષ્ટ થઈને કોંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના આચાર્ય નરેંદ્રદેવ, યૂસુફ મહેરઅલી, અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ, અશ્રુત પટવર્ધન વગેરેએ કરી. ગુજરાતમાં રામાજવાદી પક્ષ ૧૭–૩–૧૯૩૪ ના રેજ વડોદરાની બેઠકના નિર્ણય મુજબ અસ્તિત્વમાં આવ્યો. સામ્યવાદી પક્ષ