________________
આઝાદી પહેલાં અને પછી મહેતા, મનુભાઈ બક્ષી, મનુભાઈ પંચોળી, રણછોડદાસ ગોરડિયા, પ્રભુદાસ ભુતા (બરવાળા), વીરચંદભાઈ શેઠ, વ્રજલાલ આસ્તિક, હંસરાજ અંધકવિ, બાલકૃષ્ણ શુક્લ, બબલભાઈ મહેતા (ખેડા-મૂળ સાયલા) વગેરેએ ભાગ લીધો હતો. અમદાવાદમાંથી નીરુભાઈ દેસાઈ, મુકુંદલાલ દેસાઈ, મોહનલાલ ભટ્ટ, વિઠ્ઠલદાસ કોઠારી, શાંતિલાલ ગાંધી, સારાભાઈ કાશીપારેખ રમણલાલ મશરૂવાળા, વસુમતી ઠાકર, વાડીલાલ લલુભાઈ, વાસુદેવ ભટ્ટ, હરિપ્રસાદ મહેતા, બળવંતરાય ઠાકર, ફૂલચંદ તંબોળી, પૂર્ણિમા પકવાસા (મુંબઈ), પાંડુરાવ ઠાકર, અમીનાબહેન કુરેશી, અર્જુન લાલા, પરીક્ષિતલાલ મજમૂદાર, પન્નાલાલ ઝવેરી, નાનીબહેન ઝવેરી, નાનશા ઠાકર વગેરેએ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ખેડામાંથી ફૂલચંદ બાપુજી, રાવજીભાઈ પરાગજી દેસાઈ, નાકુશંકર ભટ્ટ (ડાસા), માધવલાલ શાહ, ફૂલસિંહજી ડાભી, ઈશ્વરભાઈ જે. પટેલ વગેરેએ ભાગ લીધો હતો. બેરસદ આણંદ અને માતર તાલુકાને ફાળો વિશેષ હતા. પંચમહાલમાંથી કમળાશંકર પંડયા, મારૂતિસિંહ, માણેકલાલ ગાંધી, ડાહ્યાભાઈ નાયક, મામા સાહેબ ફડકેએ ભાગ લીધો હતો.
સરકારના હુકમોને ભંગ કરીને સભા સરઘસ પિકેટિંગ બહિષ્કાર પત્રિકાનું પ્રકાશન, રાષ્ટ્રધ્વજનું સંમાન, નાકરની લડત, પેરોલ પર હાજરી આપવાને વિરોધ, મીઠાનું ઉત્પાદન વગેરે કાર્યક્રમ ચાલુ રાખ્યા હતા.
સરકારે ૧૯૩૦ના સત્યાગ્રહ કરતાં પણ વધારે આકરાં પગલાં લીધાં હતાં. બ્રિટિશ સરકાર લડતને નિર્દયતાથી દાબી દેવા માગતી હતી અને કેસનું નામનિશાન મિટાવવા ચાહતી હતી, તેથી જંગલી કહી શકાય એવાં પગલાં લેતાં એ અચકાઈ ન હતી." પૂના પેકેટ
સરકારે આ લડત દરમ્યાન “ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી મુસલમાનની માફક હરિજનેને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ આવા કઈ પ્રયાસને પ્રાણના ભોગે પણ સામનો કરીશ એવી ચેતવણી ઉચ્ચારી હતી. એમ છતાં કોમી ચુકાદ બહાર પડવાની તૈયારીમાં હતા ત્યારે ૧૧-૩-૩૨ ના રોજ ભારત-મંત્રી સેમ્યુઅલ હારને પત્ર લખી હરિજનેને અલગ મતાધિકાર આપવામાં આવશે તે આમરણાંત ઉપવાસ કરીશ એવી ચેતવણી આપી હતી, એમ છતાં બ્રિટિશ સરકારે ૧૩-૮-૩૨ ને રોજ કમી ચુકાદે આપી હરિજનેને અલગ મતાધિકાર આપ્યું. ગાંધીજીએ ૧૮-૮-૩૨ ના રોજ ૨૦ સપ્ટેમ્બર સુધીમાં આ પ્રશ્ન એગ્ય રીતે નહિ પતે તે