________________
આઝાદી પહેલાં અને પછી
ઉપર પ્રતિબંધ હોવાથી એઓ પણ આ પક્ષમાં ભળ્યા હતા. રર-૬–૩૪ ના રોજ સમાજવાદીઓનું પ્રથમ સંમેલન મળ્યું હતું. નીરુ દેસાઈ, બચુભાઈ ધ્રુવ ને ચંદ્રવદન શુકલ એના મંત્રી હતા. અમદાવાદ શહેર તથા પંચમહાલના ગેધરા અને દાહોદ તાલુકાઓમાં એમની અસર વિશેષ હતી. સમાજવાદીઓ તથા સામ્યવાદીઓએ કામદાર અને કિસાન વર્ગોમાં પગપેસારો કર્યો હતો. યુવકે અને વિદ્યાથીઓ એમની વિચારસરણીથી આકર્ષાયા હતા. ખેડા જિલ્લાના માતર બોરસદ ને આણંદ તાલુકાના અને સુરતના માંગરોળ માંડવી વગેરે તાલુકાઓના તથા પંચમહાલના ભીલ આદિવાસી અને અન્ય હળપતિ બારેયા ઠાકર વગેરે કિસાને આકર્ષાયા હતા. ગુજરાતમાં ગાંધીજી અને સરદારની પ્રબળ અસર હતી તેથી અને પ્રજા વ્યવહારુ હેવાથી સમાજવાદની વિચારસરણી વ્યાપક બની શકી નહિ. રચનાત્મક પ્રવૃત્તિ અને પ્રધાનપદ સ્વીકાર
સરકારે ગૂજરાત વિદ્યાપીઠ, બેચાસણ વિદ્યાપીઠ, સુરતના અનાવિલ અને પાટીદાર આશ્રમ તથા બારડેલી મઢી વેડછી વગેરેના આશ્રમોનાં મકાને પરથી જપ્તી ઉઠાવી લીધી. નવજીવન પ્રેસ પણ ગાંધીજીના છુટકારા પછી પાછું સેપ્યું હતું. ગુજરાત પ્રાંતિક સમિતિ અને એની શાળાઓ પણ વ્યવસ્થિત રીતે કામ કરતી ક્રમશઃ થઈ હતી. ૧૯૩૫ ની શરૂઆતમાં સરદાર ગુજરાતને પ્રવાસ ખેડી ખેડૂતોને મળવા લાગ્યા હતા. ગાંધીજી તથા એમના સાથી પરીક્ષિત મજમૂદાર, મામાસાહેબ ફડકે વગેરેએ હરિજન-કાર્ય ઉપાડી લીધું હતું અને હરિજન-ફાળો ઉઘરાવતા હતા. ગાંધીજીએ આ માટે કાઠિયાવાડ તથા કચ્છને પ્રવાસ ખેડ્યો હતો.
૧૯૩૪ ને માર્ચ–એપ્રિલ દરમ્યાન ચૂંટણીમાં ભાગ લઈ વડી ધારાસભામાં જવા સ્વરાજ પાટીને પુનર્જીવિત કરવા કનૈયાલાલ મુનશી, ડે. અનસારી, ડો. બી. સી. રોય, ભૂલાભાઈ દેસાઈ, સત્યમતિ, એમ. એસ. અણે વગેરેએ પ્રયત્ન કર્યો, પણ મોટા ભાગના કોંગ્રેસીઓને એને ટેકે મળ્યું ન હતું. પટણામાં ૧૮, ૧૮ અને ૨૦ મી મે ના રોજ મળેલી એ.આઈ.સી.સી.એ કાઉન્સિલ પ્રવેશના કાર્યક્રમને માર મારી અને ૨૦ મે ના રોજ ર૫ સભ્યના બનેલ પાર્લમેન્ટરી બોર્ડની રચના કરી. ૧૯-૬-૧૯૩૪ના પાર્લમેન્ટરી બેડે ચૂંટણીના હેતુસર દેશનું ચાર વિભાગમાં વિભાજન કર્યું અને કનૈયાલાલ મુનશીને મુંબઈ વરાડ અને મધ્ય પ્રદેશના બનેલ પશ્ચિમ વિભાગની કામગીરી સોંપી. આમ સ્વરાજય પાટીની વાતને પડદો પડી ગયે. જવાહરલાલ ઑગસ્ટ ૧૯૩૪ માં પેરોલ ઉપર છૂટયા બાદ કાઉન્સિલ પ્રવેશ કાર્યક્રમની સખત ટીકા કરતો પત્ર ગાંધીજીને લખે હતો, જેને ગાંધીજીએ બહુ