________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
(બારડાલાઈઝ ઈન્ડિયા) એટલે કે બારડોલીની લડતની શક્તિ લાગુ કરે એવાં ભાવના અને નાદ ગુંજતાં થયાં. ગાંધીજીએ ચીંધેલા માથી બારડેાલીની લડતે લેાકેાની અને નેતાઓની શ્રદ્ધાને ટકાવી, એટલું જ નહિ, પણ વધુ દૃઢ કરી, એ પછીથી કેંૉંગ્રેસને પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના ઠરાવ કરવા માટે બળ મળ્યું. સત્યાગ્રહની વાત માત્ર આદર્શમય જ નથી, પણ પૂરેપૂરી વ્યવહારુ છે એવી પ્રતીતિ બધાંને થઈ રહી હતી.
३७
દારૂનિષેધ-પ્રવૃત્તિ
બારડાલીમાં જ્યારે સત્યાગ્રહની લડત ચાલતી હતી ત્યારે સુરત જિલ્લામાં અને એની આજુબાજુમાં દેશી રાજ્યાના વિસ્તાર માં મદ્યપાનનિષેધની પ્રવૃત્તિ ચલાવવા માટે સરદારના પ્રમુખપદે ‘મદ્યનિષેધ મંડળ' સ્થપાયું હતુ. મીઠુબહેન પિટીટ એ મંડળનાં મંત્રી હતાં. લડત વખતે બહેનેામાં એઆ ફરતાં હતાં ત્યારે એમને લાગતુ હતું કે સુરત જિલ્લા જેવી દારૂ-તાડીની બદી દેશમાં બીજે ક્યાંય નહિ હાય. દારૂનાં પીઠાંના ઘણા માલિક પારસી હતા. દારૂનિષેધપ્રવૃત્તિ સાથે વેઢ અને સસ્તી મજૂરી સામે પણ ઝુંબેશ ચલાવવાનું વિચારાયું હતું. લડત દરમ્યાન આ ક્ષેત્રમાં ઘણું કામ થયું અને લડત પછી જિલ્લાનાં બધા કાર્ય - કર્તાઓ માટે ભાગે આ કામ કરવા માટે ત્યાં રોકાયા હતા. જિલ્લાની રાનીપરજ અને કાળી ક્રામમાં આ પ્રવૃત્તિને લીધે નવું જીવન આવ્યું હતું. ૧૯૨૯ ના એપ્રિલમાં ઉનાઈ(તા. વાંસદા, જિ. વલસાડ)માં ભરાયેલી રાનીપરજ પરિષદમાં સરદારે વડાદરા અને વાંસદા રાજ્યની દારૂ અંગેની નીતિની ઝાટકણી સખત શબ્દોમાં કાઢી હતી અને દારૂના ધંધામાં પડેલા પારસીઓને આ ધંધામાંથી દૂર થવા અને આત્મનિરીક્ષણ કરવા સલાહ આપી હતી.૫૮
લકડિયા હિંમ
૧૯૨૯ ના જાન્યુઆરી આખરમાં ગુજરાતમાં સખત હિમ પડયું, જેને ખેડૂતાએ ‘લકડિયા હિમ’ તરીકે એળખાવ્યું. એ સમયે સરદારે ખેડૂતને આશ્વાસન આપ્યું અને સરકારને જમીન—–મહેસૂલ મુલતવી રાખવાને અનુરોધ કરી પત્રવ્યવહાર ચલાવ્યાં. મહેસૂલ મુલતવી રાખવાના ચાખ્ખા કેસ હતા, પણ ૧૯૨૯ ની મેાટી લડત નજીકમાં આવી રહી હતી એટલે એ પ્રશ્ન પર સત્યાગ્રહ કરવાને બદલે સરકાર પર બને તેટલું દબાણ લાવી માતર અને મહેમદાવાદના ખેડૂતાને રાહત અપાવી હતી.
આ પછીના સમયમાં ગુજરાતમાં થયેલી સત્યાગ્રહ-ચળવળા રાષ્ટ્રિય સ્વાતંત્ર્યચળવળના પ્રવાહમાં એકરૂપ બની ગઈ હતી.