________________
૩૮
આઝાદી પહેલાં અને પછી
રાષ્ટ્રિય ચળવળામાં તથા ગુજરાત બહારના સ્થાનિક સત્યાગ્રહેામાં ગુજરાતનું પ્રદાન
ચંપારણ સત્યાગ્રહ (૧૯૧૭)
૧૯૧૬ માં કૅૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગાંધીજીને જવાનું થયું અને ત્યાં એમને બિહારના ચંપારણુ વિભાગમાં ગળીના વાવેતર બાબતમાં સ્થાનિક ખેડૂતા અને જમીનદારા ગેારા લેાકેા હતા તેમની વચ્ચેની સમસ્યાને અભ્યાસ કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા. ચંપારણમાં ‘તીન-કઠિયા'ની આરૂઢ થયેલા પ્રથા નાબૂદ કરવા, ખેડૂતાના થતા શાષણના અંત લાવવા અને એમની દુર્દશાનુ નિવારણ કરવા ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી. લડત જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ગાંધીજીએ અમદાવાદથી પેાતાના આશ્રમી સાથીઓને એમાં જોડાવા માટે મેાકલવા માંડયા હતા. આમાં કસ્તૂરબા, મહાદેવભાઈ અને એમનાં પત્ની દુર્ગાબહેન, નરહર પરીખ અને એમનાં પત્ની મણિબહેન વગેરેના સમાવેશ થતા હતા. એએએ ત્યાં ગામડાંઓમાં સફાઈ કરવાની તેમ ઘરગથ્થુ દવાઓ અને શિક્ષણ આપવા જેવી રચનાત્મક કામગીરી કરી અને કરાવી હતી. ગાંધીજીએ સ્થાનિક આગેવાનાની સહાયથી રાજકીય લડતમાં પ્રતીકારાત્મક શક્તિ વડે સફળતા પ્રાપ્ત કરી હતી. પરિણામે ‘તીન-કઠિયા'ના કાયદા રદ કરવામાં આવ્યા હતા. આ રીતે ચંપારણની પ્રથમ લડત લડનારા ગુજરાતીએ હતા અને ગાંધીજીએ સમગ્ર દેશને પ્રતીકારાત્મક અને રચનાત્મક એવી દ્વિમુખી સત્યાગ્રહની શક્તિને પરિચય કરાવ્યા હતા.
રોલેટ બિલ સામે સત્યાગ્રહ (૧૯૧૯)
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદુ-મુસ્લિમ એક્તા સધાઈ અને ખતે કામાએ હિંદને સ્થાનિક સ્વરાજ્ય આપવા અને સામ્રાજ્યમાં ભાગીદારી આપવા અનુરોધ કર્યો. પરિણામે બ્રિટિશ સરકારે હિંદનું રાજકીય વાતાવરણ ઘેરાતું જોઈ મેન્ટેગ્યૂ ચેમ્સફર્ડ સુધારા જાહેર કર્યા (જૂન ૧૯૧૮), પણ એ મેાહકરૂપ નીવડયા, એની આખીય યેાજના કાઇને સળંગ રૂપે ગમતી ન હતી. કેંગ્રેસમાં જ વિવિધ મત પૈદા થયા હતા. યુદ્ધ પછી અમેરિકા બ્રિટન વગેરે દેશેાના રાજનીતિજ્ઞાએ પ્રજાઆના સ્વાતંત્ર્ય-નિર્ણયના સિદ્ધાંતની જાહેરાત કરેલી, એ સદંમાં હિંદના નેતાઓએ પણ સરકારને પ્રસ્તુત સુધારાઓમાં ફેરફાર કરવા જણાવ્યું, પણુ સરકારે અવળાં પગલાં લેવા માંડયાં. બ્રિટનની ખિલાત અને તુર્કસ્તાન પ્રત્યેની અવળી નીતિના કારણે બે મુસ્લિમ ભાઈઓ-મહમદઅલી અને શૌકતઅલીએ વિરાધ કરતાં એમની ધરપકડ કરાઈ. ખીજી બાજુ ક્રાંતિકારી ચળવળા પર અંકુશ મૂકવા